Shradhanjali message in Gujarati

Shradhanjali Message in Gujarati

0 Shares
0
0
0

પ્રભુ એમનાં દિવ્ય આત્માને શાંતિ અર્પે એ જ અંતઃકરણપૂર્વક પ્રાર્થના.

આપની હયાતી અમારી પ્રેરણા હતી.આપના આદર્શ અમારા માર્ગદર્શન હતા.આપનું સાદગીભર્યું જીવન, ઉચ્ચ વિચારો, માયાળુ સ્વભાવ,લાગણીશીલતા અમો જીવનભર ભૂલશું નહીં.પરમાત્મા આપના દિવ્ય આત્માને શાંતિ અર્પે એવી પ્રાર્થના.

ચંદન શું જીવન જીવીને સુખ સહુને આપી ગયા ખુદ ઘસાઈઅમ કાજે સૌરભ થઈ પ્રસરી ગયા. જીવન એવું જીવી ગયાકે કદી ભુલાય નહીં વિદાય એવી લીધી કે કદી ભુલા આપય નહીં.પ્રભુ આપના દિવ્ય આત્માને શાંતિ અર્પે અંતઃકરણપૂર્વક પ્રાર્થના.

જિંદગી હતી ટૂંકી છતાં મમતા ઘણી મૂકી ગયા,છાના ખૂણે રડી લઈશું જ્યારે આવશે યાદ.ક્યારેય કલ્પી ન શકાય તેવી તમારી ઓચિંતીવિદાય અમારૂં કાળજું કંપાવી ગઈ.પ્રભુ આપના આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના…

રડી પડે છે આંખો અમારી જોઈ તસ્વીર તારીનાની ઉંમરે તારી અણધારી વિદાય અમો સર્વેના કાળજા કંપાવી ગઈમન હજુ માનતું નથી કે તું અમારી વચ્ચે નથી પ્રભુ તારા દિવ્ય આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના.

માં તે માં માં વગર સુનો સંસાર, દુઃખ વેઠી સુખ દેનારીજનેતા તે માં, તમારી સચ્ચાઈને તમારી મહેનત અને હિંમત, તમારી સહનશક્તિને ધર્મભક્તિને નમસ્કાર તથા કોટી કોટી પ્રણામ સુખમાં સાંભળે સાહીબી દુઃખમાં માં અને બાપ.

અમોને ઋણી બનાવી, મોતને સામેથી ભેટનાર એ ભડવીર ભામાશા ને કોટી કોટી વંદન.પ્રભુ તમારા દિવ્ય આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના.

આપની મધૂર સ્મૃતિઓ,આપની નિર્મળ નિખાલસતા,હૃદયમાં ઝંકૃત થઈ અમારી આંખોમાંઅશ્રુધારા વહાવી જાય છેસદગતને સ્મૃતિ પુષ્પ અર્પણ…

સમય જિંદગીનો ઓછો હશે ક્યાં ખબર હતી, વિદાય તમારી અણધારી હશે એ ક્યાં ખબર હતી.સર્વત્ર સુવાસ ફેલાવી સંભારણા સૌના દિલમાં રાખી ગયા.પ્રભુ આપના દિવ્ય આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના.

You May Also Like