Meaning and Interpretation of The Mahābhārata - The longest epic poem

મહાકાવ્ય મહાભારત – મુલ્યાંકન તથા અર્થઘટન

0 Shares
0
0
0
0
0
0
0

એક નવી દ્રષ્ટિ થી મુલ્યાંકન તથા અર્થઘટન વાંચવુ ગમશે. ચોક્કસ કંઈક અલગ છે. 🕉

મહાકાવ્ય મહાભારત

મહાભારતમાં એવું કહેવામાં આવ્યું છે
સુમારે ૮૦ % મનુષ્યબળ
યુદ્ધના અઢારમા
દિવસે મૃત્યુમુખી પડ્યું હતું.

જ્યારે યુદ્ધ સમાપ્ત થયું
ત્યારે સંજય
યુદ્ધ થયું ત્યાં એટલે કે કુરુક્ષેત્રના
મેદાનમાં આવ્યો.

તેનાં મનમાં શંકા આવેલી હતી કે
આ યુદ્ધ ખરેખર થયું છે કે ?

સાચે જ આટલો મોટો
નરસંહાર થયેલો છે કે ?

તે આ જ જગ્યા છે કે જ્યાં
સામર્થ્યવાન પાંડવ અને ભગવાન
શ્રીકૃષ્ણ ઉભા હતા ?

આ તે જ જગ્યા છે કે જ્યાં
શ્રીમદ ભગવત્ ગીતા કહેવામાં આવી ?

આ બધું સાચે જ થયું છે કે
મને તેવો
ભ્રમ થાય છે ???

તને ક્યારેય આની સત્ય
હકીકત
મળવાંની નથી !!

એક શાંત વયોવૃદ્ધ અવાજ
તેનાં કાને પડ્યો.

સંજયે અવાજની દિશામાં જોયું તો
તેને એક સાધૂ દેખાયો.

સાધૂ હળવા
અવાજમાં ફરી બોલ્યો,

મને ખબર છે કે તું અહીં કુરુક્ષેત્રનું
યુદ્ધ થયું છે કે તે જોવાંના
માટે આવ્યો છે.

પરંતુ તને આ યુદ્ધ
બદલ સત્ય
ક્યારેય
સમજાશે નહીં.

સંજય બોલ્યો, એટલે ??

સાધૂ બોલ્યો,

*મહાભારત તે એક મહાકાવ્ય છે – *
*એક વાસ્તવિકતા છે *
*પરંતુ તેનાં કરતાં *
પણ અધિક તત્વજ્ઞાન છે.

આટલું કહીને હસવા લાગ્યો.
સાધૂનું હસવાનું જોઈ
સંજય હજુ વધારે ભ્રમિત થયો
અને વિનંતિ
કરવાં લાગ્યો કે,

*મને તમે તે તત્વજ્ઞાન *
કહી શકો છો કે ?

સાધૂ તત્વજ્ઞાન કહેવાં લાગ્યો,
પાંડવ એટલે બીજું કંઈ
નહીં ને આપણી પાંચ જ્ઞાનેંન્દ્રિયો છે :-

આંખો :- દૃશ્ય
કાન :- અવાજ
નાક :- ગંધ
જીભ :- સ્વાદ અને
ત્વચા :- સ્પર્શ

અને કૌરવ એટલે
૧૦૦ દુર્ગુણ (વિષયો) છે તે દરરોજ
આ પાંચ પાંડવો પર
આઘાત કરે છે.

પણ આપણે આ આઘાતથી
આપણાં
પાંચ પાંડવોનું
રક્ષણ કરી શકીયે છીએ.

સાધૂ બોલ્યો,

સંજય ! તું કહી શકીશ કે એનું
રક્ષણ કરવાનું ક્યારે
શક્ય હશે ?

જ્યારે આપણાં રથના સારથી –
આ પાંચ પાંડવોના મિત્ર

ભગવાન શ્રીકૃષ્ણ હશે ત્યારે ???

સંજય બોલ્યો.

સાધૂ જવાબ
સાંભળીને ખૂબ ખુશ થયો.

તે બોલ્યો, એકદમ બરોબર !!

શ્રીકૃષ્ણ એટલે આપણો
અંદરનો અવાજ,

આપણો આત્મા, આપણો
પથદર્શી પ્રકાશ. જ્યારે
શ્રીકૃષ્ણનું આપણે સાંભળીયે
તો આપણે ચિંતા
કરવાનો કોઈ જ આવશ્યકતા નથી.

સંજયને ઘણો જ મતિતાર્થ
સમજાયો હતો. તો પણ

તેણે પાછો પ્રશ્ન કર્યો,
તો જો કૌરવ તે દુર્ગુણ જ હતા
તો તેમનાં બાજુએ

ગુરુ દ્રોણાચાર્ય અને પિતામહ ભીષ્મ લડ્યા ! તેનો શું અર્થ થાય ??

તેનો એવો અર્થ થાય કે, જેમ તમે
નાના થી મોટા થતા જાવ છો,
તમારાં કરતાં મોટા લોકો
બદલ હોવાંનો તમારો
દૃષ્ટિકોણ બદલાતો જાય છે.

જ્યારે આપણે નાના હોઈએ ત્યારે
આપણને તે લોકો
પરિપૂર્ણ લાગે છે પરંતુ જ્યારે
આપણે મોટા થતાં જઈએ
ત્યારે
તેમનામાં ત્રૂટી (ખામી) દેખાવાની
શરુઆત થાય છે અને એક દિવસ
આપણે નક્કી કરવું પડે કે
આપણે આ
મોટાઓનું સાંભળવું કે નહીં,

એટલે કે આપણે નક્કી
કરવાનું કે આપણે પોતે જ
પોતાના માટે નિર્ણય લેવાનો !!!

*( એટલે આવા ધર્મસંકટમાં *
*શ્રીમદ ભગવત્ ગીતાનો *
ઉપદેશ મહત્વનો ઠરતો હોય છે.)

સંજયને હવે બધું જ સમજાયું હતું.
તેણે છેવટનો પ્રશ્ન કર્યો,

તો કર્ણ તે પાંડવ હોવાં છતા તેનાં
વિરોધમાં કેમ

જવાબ :-
કર્ણ પાંચ જ્ઞાનેંદ્રિયો જેવો જ હોય છે.
તે આપણો જ એક ભાગ હોય
પરંતુ સાથ દે છે તે
૧૦૦ દુર્ગુણોને !!!

કર્ણ એ બીજો કોઈ નહીં પણ
આપણી પોતાની જ
વાસના હોય છે.

કર્ણને હર ઘડી
પ્રશ્ચાતાપ થતો હોય છે અને
તે દુર્ગુણોને સાથ કેમ દે છે

અને તેનાં સતત
કારણો દેતો રહે છે.

*આપણી વાસના પણ *
*આવી જ હોય છે – *
*પશ્ચાતાપ કરીએ અને પાછાં *
ત્યાં જ જઈએ…!!

હવે સંજયના આંખોમાંથી અશ્રૂ
આવી રહ્યા છે.
તેને જગતમાંનું સૌથી
મોટું “મહાકાવ્ય મહાભારત”
સાચા અર્થમાં
સમજ્યું હોય છે.

તે દૂર સુધી ફેલાંયેલાં કુરુક્ષેત્રને
જોતો ઉભો હોય છે.

તે સાધૂને નમન કરવાં માટે
પાછળ ફર્યો અને
જૂએ છે તો તે જગ્યાએ કોઈ નથી હોતું

તે સાધૂ દેખાયો નહિં પરંતુ
એક ગહન તત્વજ્ઞાન
ત્યાં રાખીને ગયો….