માણસ ની ઔકાત

0 Shares
0
0
0
0
0
0
0

ધી નો એક લોટો અને,
લાકડા ઉપર લાશ,
થઈ થોડા કલાકમાં રાખ,
બસ આટલી છે
માણસની ઓકાત…

એક બુઢા બાપ
સાંજે મરી ગયા
પોતાની આખી જીંદગી
પરિવારના નામે કરી ગયા
ક્યાંક રડવાનો અવાજ
તો ક્યાંક વાતમાં વાત
અરે જલ્દી લઈ જાઓ
કોણ રાખશે આખી રાત
બસ આટલી છે
માણસની ઓકાત…

મર્યા પછી નીચે જોયું
નજારો નજર સામે જોયો
પોતાના મરણ પર
કોઈ લોકો જબરજસ્ત
તો કોઈ લોકો જબરજસ્તી
રડતાં હતાં
નથી રહ્યા જતાં રહ્યાં
ચાર દિવસ કરશે વાત
બસ આટલી છે
માણસની ઓકાત…

છોકરો સારો ફોટો બનાવશે
સામે અઞરબતી મુકશે
સુગંધી ફુલોની માળા હશે
અશ્રુ ભરી શ્રધ્ધાંજલી હશે
પછી એ ફોટા પર
ઝાળા પણ કોન કરશે સાફ
બસ આટલી છે
માણસની ઓકાત…

આખી જીંદગી
મારૂ મારૂં કર્યુ
પોતાના માટે ઓછું
બીજાના માટે વધારે જીવ્યા
કોઈ નહીં આપે સાથ
જશો ખાલી હાથ
તલભાર સાથે લઈ જવાની
નથી ઓકાત
બસ આટલી છે
માણસની ઓકાત…

પહેલા ​પોતાને સમજ્યો નહીં.
એટલે બીજાને સમજી શક્યાે નહિં,
પછી તો બીજા પર ઘાત
અને ખુદ ઉપર આઘાત !!
બસ આટલી છે
માણસની ઓકાત…