The gift of seven precious gems for life

The gift of seven precious gems for life in Gujarati

0 Shares
0
0
0
0
0
0
0

સાત કિંમતી રત્નોની ભેટ

પહેલું રત્ન

માફી

તમારા વિષે કોઈ ગમે એમ બોલે, પણ એને મનમાં ન લાવતા મોટા મનથી એને માફ કરો.

બીજું રત્ન

ઉપકાર

બીજાને કરેલો ઉપકાર ભૂલી જાઓ. ફળની આશા રાખો નહિ. નિ:સ્વાર્થ ભાવ રાખો.

ત્રીજું રત્ન

વિશ્વાસ

તમારી પોતાની મહેનત અને કર્મ પર અતૂટ વિશ્વાસ રાખો. બીજાના આધાર ની અપેક્ષા ન રાખો.

ચોથું રત્ન

સંબંધો

સામેના માણસની કાળજી આપણા કરાતાં વધારે રાખો જેથી સારા સબંધો બનશે અને એ સબંધો જાળવી રાખો.

પાંચમું રત્ન

દાન

કોઈ ને ઉદાર હાથે મદદ કરવી. સારા અને ઉત્તમ કાર્ય માટે સરળ હાથે દાન કરો. યોગ્ય પાત્રને દાન કરવાથી ધનની કમી થતી નથી. અને મનને આનંદ મળે છે.

છઠું રત્ન

આરોગ્ય

દરરોજ વ્યાયામ-યોગાસન કરો. નિયમિત ચાલવાની ટેવ પાડો અને નિરોગી રહો.

સાતમુ રત્ન

સત્ય

હમેશાં યાદ રાખો કે જન્મ અને મૃત્યુ અટલ છે એટલે ભુતકાળ કે ભવિષ્યકાળ માં ન જીવતાં વર્તમાનમાં જીવો. સત્ય વાતોનો સ્વીકાર કરો. સત્ય બોલો. કોઈપણ વાતના દુઃખને મનમાં રાખશો નહિ. સુખમય જીવન જીવો. દીનમાં રહીને જીવનને સરળ બનાવો.

એકંદરે જીવન ખુબજ સુંદર છે. એને ભરપૂર મજાથી જીવો.

માણસ જેમ બદલાય છે, તેમ નિસર્ગ – કુદરત પણ બદલાતી હોય એમ લાગે છે. નિસર્ગની કેટલી તાકાત છે એ આપણે જોઈ રહ્યા છીએ.

નિત્ય સમાજ , કુટુંબ, પરિવાર સાથે રહો અને થોડું જતું કરવાની ભાવના રાખશો, તો ઈશ્વર સદૈવ પ્રસન્ન રહેશે. સર્વે નું કલ્યાણ થાય તેવી શુભકામના સાથે.

Read more gujarati blogs

You May Also Like