સાચું જીવવાનું તો બાકી છે

0 Shares
0
0
0
0
0
0
0

સાચું જીવવાનું તો બાકી છે

પચાસે પોહચવા આવ્યા ત્યારે ફાળ પડી,
કે હજુ તો સાચું જીવવાનું તો બાકી જ છે.

શરીરને થોડું ટટ્ટાર કર્યું ફરીને જીવવા માટે,
ત્યાં ખબર પડી કે મણકાઓ ઘસાય ગયા છે.

આંખોને જ્યાં ખોલી સ્વપ્નાઓ જોવા માટે,
ત્યાં ખબર પડી કે આંખોમાં તો મોતિયા છે.

દિલ પર હાથ રાખી નવી જ સફર શરૂ કરી,
ત્યાં ખબર પડી કે એક બે નસો જ બંધ છે.

મુઠીઓ વાળી ફરી વખત થોડું દોડી લેવા ગયા,
ત્યાં ખબર પડી કે શ્વાસ તો સાવ ટૂંકા જ છે .

સંતાનો સાથે બેસી વાતો કરવાની ઈચ્છા થઈ,
પણ બધા જ તેમની જિંદગીમાં વ્યસ્ત નીકળ્યા.

થોડા અધૂરા સંવાદો ફરી કર્યા પત્ની સાથે,
ત્યારે ખબર પડી કે તેને તો કાનમાં ધાક છે…

અંતે મિત્રોની ટોળકીમાં જઈને ધીંગામસ્તી કરી,
ત્યારે અહેસાસ થયો કે અંહી શાંતિનો વાસ છે…