મોજમાં રહેવું, મોજમાં રહેવું, બસ મોજમાં રહેવું રે - દાણ અલ્દારી

મોજમાં રહેવું, મોજમાં રહેવું, બસ મોજમાં રહેવું રે – દાણ અલ્દારી

0 Shares
0
0
0
0
0
0
0

મોજમાં રહેવું, મોજમાં રહેવું, બસ મોજમાં રહેવું રે
જી રે જી રે મોજમાં રહેવું, મોજમાં રહેવું, બસ મોજમાં રહેવું રે
પણ અઘમ અગોચર અલખ ધણીની ખોજમાં રહેવું રે.
જી રે જી રે મોજમાં રહેવું,  || ૨ ||

કે કારમીન પાણાના કારજ વીંધી અને પુપડું ફૂટે રે
અને આભ ધરા વીજ રમતું હાલે એનો ખેલનાં ખૂટે રે
તો પછી લહેર આવે, લખ લાખ દરીયાનાં, લુંટતા રહેવું,  લુંટતા રહેવું  રે
જી રે જી રે મોજમાં રહેવું,  || ૨ ||

કાલ કરે કાલ, કામનું એમાં કાઈના હાલે રે
અને મરવું જાણે મરજીવાને એ તો રમતો ટાળે રે
તો પછી અંત વાદી નવ જણાતા રે તો તરતા રહેવું  રે
જી રે જી રે મોજમાં રહેવું,  || ૨ ||

સંસાર ખોટું કે સપનું ખોટું, એમાં સૂઝ પડે નહિ રે
યુગ વીત્યા યુગ ની પણ જો, સદીઓં થઇ ગઈ રે
તો પણ મારામીપણનો મર્મનાં જાણે, આ કોતુક કેવું રે
જી રે જી રે મોજમાં રહેવું,  || ૨ ||

કે જોતવા જાઉંતો મળે નહી જોત્યો, એ ગહન ગોવિંદો રે
પાછો હારી ભક્તોનેવ હાથવગો છે, એ તો પ્રેમ પરખંદો રે
તો પછી એવા દેવને દીવો કે ધૂપ શું દેવું, દિલ દઈ દેવું રે
જી રે જી રે મોજમાં રહેવું,  || ૨ ||

કે રામ કૃપા એને રોજ દિવાળી, એને રંગનાં કોળા રે
કામ કરે એની કોઠી કોઈદી, ખૂટે નહિ દાણા રે
તો દાણ અલ્દારી કે, આળસુ થઇને આયુષ ખોયું રે
જી રે જી રે મોજમાં રહેવું,  || ૨ ||