આવો, ખુશી વહેંચીએ, ખુશ રહેવાનો અને સુખી થવાનો આ સૌથી આસાન રસ્તો છે!!!

0 Shares
0
0
0
0
0
0
0

સારાહ એક રેસ્ટોરન્ટમાં વેઇટ્રેસનું કામ કરતી હતી.

એક દિવસ રોજની જેમ રેસ્ટોરન્ટમાં આવેલા એક યુગલ સમક્ષ સારાહે ભોજનનું મેનુ મૂક્યું. પણ, તેના આશ્ચર્ય વચ્ચે, તે યુગલે મેનુ ખોલ્યા વગર જ ઓર્ડર કરવાનું શરુ કર્યું… અને કહી દીધું,

‘અમારી પાસે થોડાક જ પૈસા છે. છેલ્લા થોડા મહિનાથી અમે પૈસાની તંગી અનુભવી રહ્યા છીએ. માટે, તારી દ્રષ્ટિએ સૌથી સસ્તી બે ડીશ હોય તેનો ઓર્ડર લખી લે!’

સારાહએ ચહેરા પર સહેજે આનાકાનીનો ભાવ લાવ્યા વગર બે ઓછી કિમતની આઈટમ સૂચવી. તે યુગલ સારાહના સૂચન સાથે સહમત થઈ ગયું. તેઓ એ ઝટપટ ભોજન પતાવી લીધું અને ઉતાવળે સારાહ પાસે બિલ માગ્યું.
સારાહે બીલને બદલે તેમને એક કાગળ અને એક કવર આપ્યું. જેની પર લખ્યું હતું…
‘આજે મે મારાં અંગત એકાઉન્ટમાંથી તમારું બિલ ચૂકવી દીધું છે. તેને મારી ભેટ ગણશો. અને સાથે 100 ડોલરની એક નાનકડી ભેટ છે

… આપની સારાહ!’

તે યુગલ રેસ્ટોરન્ટ છોડી ગયું. પણ, સારાહનું આ નાનકડું કૃત્ય તેમને અઢળક ખુશી આપી ગયું. તે સમજી શકતા હતા કે એક વેઇટ્રેસ પોતાની નાણાકીય મર્યાદાઓ છતાં આવું અદભુત કાર્ય કરી શકે! તે યુગલને પણ ખુશી હતી અને સારાહને પણ ખુશી હતી એક નાની મદદ કરવાની!

સારાહ કોઈ શ્રીમંત નહોતી. તેના ઘરે તેનું જુનું વોશિંગ મશીન બગડી ગયું હતું, નવું ઓટોમેટિક વોશિંગ મશીન લેવા ઈચ્છતી હતી. તે માટે એકાદ વર્ષથી પૈસા બચાવી રહી હતી. આમ છતાં તે પૈસામાંથી તેણે પેલા યુગલના જીવનમાં ખુશીથી ભરવાનું નક્કી કર્યું.

તેને સૌથી વધુ આઘાત ત્યારે લાગ્યો કે જયારે તેની ખાસ સહેલીએ તેને આ કામ માટે શાબાશી આપવાને બદલે ખખડાવી નાખી! તેનું કહેવું હતું કે પોતાની અગ્રતાઓ બાજુએ મૂકી આમ બીજાને મદદ ના કરાય! વાત પણ વ્યવહારુ હતી.

પણ, તે સમયે જ સારાહ પર તેના મમ્મીનો ફોન આવ્યો… તે ઉત્તેજિત હતી, તેણે જોરથી બુમ પાડતા આવાજે પૂછ્યું…
‘સારાહ તે આ શું કર્યું?’

સારાહે ગભરાતા અવાજે કહ્યું..

‘મમ્મી, મે? મે તો કશું નથી કર્યું, કેમ શું થયું?’

અરે…. ‘હે દીકરી તને ખબર નથી?

પેલા લોકો કે જેને તે મદદ કરી હતી તેમણે આ વાત ફેસબુક પર પોસ્ટ કરી છે, તે વાયરલ થઈ છે અને ફેસબુક તારા વખાણથી ઉભરાઈ રહ્યું છે!’ મમ્મીએ ઉત્તેજિત અવાજે કહ્યું. અને સહેજ ભીના અવાજે ઉમેર્યું, બેટા મને તારા માટે સાચે જ ગર્વ છે!

તે પછી તો તેના પર પરિચિતો, મિત્રોના ઢગલો ફોન આવવાના શરુ થયાં. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી સ્ટોરીએ ગજબ કામ કર્યું. હવે, અખબાર અને ટીવી ચેનલોએ તેનો સંપર્ક કરવાનું શરુ કર્યું હતું.

બે ત્રણ દિવસ બાદ સારાહે એક અતિ લોકપ્રિય ટીવી શો માટે આમત્રિત કરી. અને તે ટીવી ચેનલ તરફથી સારાહ ને 10000 ડોલરનો પુરસ્કાર આપ્યો.!! ઉપરાંત, શોને સ્પોન્સર કરતી કંપની દ્વારા આધુનિક વોશિંગ મશીન, નવો ટીવી સેટ, અને 5000 ડોલરના મૂલ્યની ઇલેક્ટ્રોનિક આઈટમોનું ગિફ્ટ હેમ્પર પણ આપ્યું!!

આવી અસંખ્ય ભેટોનો ધોધ વરસ્યો જેનું મૂલ્ય એક લાખ ડોલરથી વધુ હતું!

બે સસ્તી જમવાની ડીશ અને 100 ડોલરની કોઈ વળતળની અપેક્ષા વગર આપવામાં આવેલી મદદથી સારાહનું જીવન ખુશીઓથી ભરાઈ ગયું!!!

તમારે જેની જરૂર નથી તે આપવું તે સાચું દાન નથી!
દાન એ છે કે જેની તમને જરૂર છે પણ બીજા કોઈને તેની વધુ જરૂર છે!

ખરી ગરીબાઈ નાણાની નથી, પણ માનવતા અને ઉદાર અભિગમની છે!

આવો, ખુશી વહેંચીએ, ખુશ રહેવાનો અને સુખી થવાનો આ સૌથી આસાન રસ્તો છે!!!