Question and Answer with My Guru – Letter 1

0 Shares
0
0
0
0
0
0
0

પરમ પૂજય ગુરુદેવ શ્રી રાજહંસસૂરી મહારાજ સાહેબ પ્રણામ,

આપ સહું સુખ સાતામાં હશો.

આપનો ખૂબ ખૂબ આભાર કે આપે મને પત્રલેખન દ્રારા મારી જીજ્ઞસા આપનાં સુંઘી પહોચાડવાનું સૂચન આપ્યું. ધણાં સમયથી મારા થોડાં પ્રશ્નો છે એ આપની સમક્ષ રજૂ કરું છુ્.

મારે ધર્મ માટે લડવું કે વાર્તાલાય નથી કરવો. પણ ધર્મનાં માર્ગ પ્રમાણે જીવન જીવવું છે. મારા પર કૃપા કરીને જણાવો કે ઘર્મ શું છે. અને ઘર્મને જીવનમાં કેવીરીતે ઉતારવું એનાં વિશે સમજાવો.

ઘર્મ એટલે જીવન જવવાની શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કળા. કોઇપણ જીવને દુ ખ આપ્યા વિના સારામાં સારી રીતે કેવી રીતે જીવી શકાય તેનું નામ ઘર્મ.

મન વચન કાયાની 24 કલાકની શુભ પ્રવૃત્તિ તે ઘર્મ.

હંમેશા બીજાનું ભલું વિચારવું ભલું બોલવું અને ભલું કરવું. કયારે કોઇનું પણ બૂરું વિચારવું નહિ, બોલવું નહિ, કરવું નહિ. મનમાં પણ વિચાર આવી જાય તો ક્ષમા માંગી લેવી.

રાગ અને દ્રેષનાં કારણે જ અમારું જીવન ચાલે છે. અને દ્રેષનું ઉત્પન્ન સ્થાન રાગ છે. તો આ રાગ કયાંથી અને કેવી રીતે ઉત્પન્ન થાય છે. અને એને ઓછો કરવાં શું કરવું જોઇએ.

રાગ મમત્વમાંથી ઉત્પન્ન થાય છે. જે જે વ્યક્તિ કે વસ્તુ મારી માની ત્યાં રાગ થાય છે. માટે રાગ દૂર કરવો હોય તો મમત્વ મૂર્છા છોડવા પડે.

મારું કોઇ જ નથી, અને મારું કાંઇ જ નથી આ ભાવને સતત ધૂંટવો જોઇએ. હું આ પૃથ્વી ઉપર જન્મયો ત્યારે એકલો જ હતો અને ખાલી હાથે હતો. જયારે જઇશ ત્યારે પણ એકલો અને ખાલી હાથે જવાનો છું તો મમત્વ કોનું?

હું તો આત્મા છું. શરીર નથી. શરીર તો થોડા વર્ષો માટે ભોડે લીઘેલું છે. પાછું ખાલી કરી દેવાનું છે. આત્માના ગુણો જ્ઞાન દર્શન ચરિત્ર એ મારા છે. એ સિવાય કરવું માંરુ નથી તો રાગ દૂર થાય.

ઉપવાસ અને કર્મકાંડથી પુષ્ણ મળે છે. પણ તે પુષ્ણ ભોગવવાં પણ જન્મતો લેવો પડે છે. કૃપા કરીને નિસ્વાર્થ કર્મ વિશે સમજાવો અને જીવનમાં કેવી રીતે ઉતારી શકાય તેનું માર્ગદર્શન આપો

કર્મકાંડથી પુણ્ય મળે એ વાત સાચી પરંતુ ઉપવાસ પ્રાયશ્વિત પશ્વાત્તાપ, ઘ્યાન કાર્યોત્સર્ગથી કર્મનિર્જશ થાય છે. અને કાર્યનિર્જરા થતાં મુકત થવાય છે.

જ્ઞાનયોગ. ભક્તિયોગ અને કર્મયોગ ત્રણ યોગ બતાવ્યા. કોઇ આશા – અપેક્ષા – આકાંક્ષા કે તૃષ્ણા રાખ્યા વિના નિષ્કામ કર્મ કરીએ. પ્રભુએ આપણને આ કાર્ય સોંપ્યું છે. તે કરવાનું છે.

‘બેંકનો કેશીયર રૂપિયા ગણો તે સમયે એના મનમાં સતત છે કે આ પૈસા મારા નથી’. એવા ભાવથી કર્મ કરો તો કર્મયોગ થાય.

કોઇ વ્યક્તિ કે લોકો આપણાં માટે ખરાબ બોલ્યાં હોય કે કાંઇ ખરાબ વર્તન કર્યું હોય એ બધાં માટે પણ મનમાં પ્રેમ જાગે અને એમનુ ભલું થાય એવી મનમાં ભાવનાં કેવી રીતે લાવી શકાય.

ખરાબ બોલનાર આપણા મિત્ર છે કે સાબુ પાણી વિના આપણા દોષોને ઘુએ છે. ખરાબ વર્તન કરનાર સાથે આપણે પૂર્વના ભવોમાં ખરાબ વર્તન કર્યું છે. તેનો હિસાબ ચૂકતે કરી રહ્યા છે. એ દેવું ચૂકતે થાય છે. વળી ખરાબ વર્તન કરનાર કે ખરાબ બોલનાર સાથે પ્રેમ રાખીશું કે એનું ભલું ઇચ્છુ શું તો આપણા શુભ ભાવોની અસર એના સુઘી પહોંચશે. આગની સામે પાણી છોડીશું તો જ આગ શાંત થશે. તલવાર ચલાવનારની સામે તલવાર ચલાવવાથી શત્રુ ડરી જાય છે. પરંતુ શત્રુતા વઘુ ઘટ્ટ ઘેરી બને છે. તલવાર મ્યાન કરવાથી અને પ્રેમથી ભેટવાથી શત્રુ જ મિત્ર બની જાય છે.

રોજ ધ્યાન કરતી વખતે મન બે ક્ષણ માટે પણ વશમાં નથી રહેતું તો તેનો ઉપાય બતાવો.

ધ્યાન સાથે મન વશમાં ન રહે તો ચિતાં ન કરવી. ઘ્યાન ચાલુ રાખવું. આજ સુઘી વશમાં રાખ્યુ નથી એટલે એ તો દોડવાનું જ છે. એની તરફ લક્ષ આપ્યાં વિના ઘ્યાનમાં સ્થિર રહો. રોગ ઉપર દવા અસર ન કરતી હોય તો ડોઝ વઘારવો પડે અથવા હાઇપાવર દવા લેવી પડે. પણ દવા છોડાય નહિ. મનનો કચરો બહાર નીકળે છે. એને નીકળવા દો. ઘ્યાનનો પ્રભાવ છે. એ મનને સાફ કરે છે.

જીવનમાં અમુક ટેવો એવી છે. જે અમને ખબર છે કે અ વિવેકી છે. છતાં અમે એ ટેવ છોડી નથી શકતાં અને એ કર્યા પછી પસ્તાવો પણ થાય છે. પણ ટેવ નથી છોડી શકતાં તો ટેવથી છુટવાં હમારે શું કરવું?

અનાદિ કાળના કુસંસ્કારો અને આ ભવમાં પણ એ કુસંસ્કારોને વારંવાર સેવ્યા છે. અને સેવીને ખુશ થયા છીએ એટલે એ કુટેવ છૂટતા સમયતો લાગવાનો જ છે. પસ્તાવો વઘુ ઘટ્ટ બતાવો. દિલથી પસ્તાવો કરો, વાંરવાર પસ્તાવો કરો. કોઇની પાસે પ્રગટ કરો. ગંદકીને છુપાવી રાખશો તો વઘુ દુર્ગંઘ આવશે. ખુ્લ્લી કરી દો. તો સૂર્યપ્રકાશમાં સૂકાઇ જશે.

પ્રસંશા ખૂબ ગમે છે આનું કારણ શું?

પ્રશંસા ખૂબ ગમે છે. ટીકા ગમતી નથી. આપણી ઇચ્છા અનુસાર ચાલે તે ગમે તે આ બઘાનું મૂળ અંહકાર છે. આ અંહ દરેક દોષોનું મૂળ છે. અહં એ જ સંસાર છે. સઘળા દોષોનું અને સંસારનું સર્જન અંહ થી થાય છે. મારી પ્રશંસા મને નુકશાન કરનારી છે એવું લાગવું જોઇએ. સુગર છે. એટલે ગળ્યું ભાવે પણ ગળ્યું મારા માટે ઝેર સમાન છે. કડવું ભાવે નહિ પરંતુ કડવું મારા માટે અમૃત સમાન છે. એમ લાગવું જોઇએ. જેણે ઘર્મ પચાવો છે. તેણે અહં ઉપર ઘા તો કરવો જ પડે. અહં ઉપર ઘા કરવો હોય તો આત્મા પ્રશંસાથી બતવું જ જોઇએ સ્વપ્રશંસા ગમે તેનાથી ગુણનો નાશ થાય છે અને નિંદા નથી ગમતી તેનાથી તેના દોષની વૃઘ્ઘિ થાય છે.