વેઢે ગણાય એટલા જ નમૂના છે
હા પણ
એક એક નમૂના નાયાબ છે
આમ તો એ પાગલોની ફોજ છે
હા પણ
તેમના વગર જીવનમાં ક્યાં મોજ છે
સુખમાં સહભાગી થવાનું ચુકતા નથી
હા પણ
દુઃખમાં સાથ આપવાનું મુકતા નથી
એમણે કરેલી મજાક પણ જક્કાસ લાગે
હા પણ
એ ના ચીડવે તો દિવસ ઉદાસ લાગે
આવા ગાંડાઓ મારી સાથે ભટકાયા છે
હા પણ
તોય મારા શ્વાસ તેમનામાં અટવાયા છે