O man, you don’t know whose fate you are eating and earning

હે મનુષ્ય તને નથી ખબર કે તુ કોના ભાગ્યનુ ખાય રહ્યો અને કમાઈ રહ્યો છે

0 Shares
0
0
0
0
0
0
0

એક માણસે નારદ મુની ને પુછયુ મારા ભાગ્યમા કેટલુ ધન છે.?
નારાદમુની એ કહ્યું- ભગવાન વિષ્ણુને પૂછીને આવતી કાલે કહીશ…,

બીજા દીવસે નારાદમુની એ કહ્યુ. ૧ રૂપિયો રોજ તારા ભાગ્યમાં છે..

માણસ બહુ ખુશ રહેવા લાગ્યો…. એની જે પણ જરૂરતો તે એક રૂપિયામાં પુરી થઈ જાતી હતી…

એક દીવસ એના એક મિત્રએ કહ્યુ…., હુ તારા સાદગી ભર્યું જીવન જીવવાનુ અને તેમાં પણ તને ખુશ જોઈને હુ ઘણો પ્રભાવીત થયો છુ….માટે હુ મારી બહેન ના લગ્ન તારી સાથે કરવા માંગુ છુ…,

તે માણસે કહ્યુ મારી કમાઈ રોજનો ૧ રૂપિયો છે…એ તને ખબર છે..તો પણ….
આ એક જ રૂપિયામાં તારી બહેનને ગુજરાન કરવુ પડશે…

મિત્રએ કહ્યુ કોઈ વાંધો નહી… મને આ સંબંધ મંજુર છે…
અને તેણે સગાઈ કરી નાખી….,
આગલા દિવસથી એ માણસની કમાઈ ૧૧ રૂપિયા થઈ ગઈ…

એ માણસે નારાદમુની ને બોલાવ્યા અને પુછયુ …,હે મુનિવર મારા ભાગ્યમા તો ૧ રૂપિયો લખ્યો હતો તો પછી ૧૧ રૂપિયા મને કેમ મળી રહ્યા છે.???

નારાદમુની એ કહ્યુ:- તારો કોઈની સાથે સબંધ કે સગાઇ થઈ છે…????

હા સગાઈ થઈ છે..???
તો આ વધારાના ૧૦ રૂપિયા તારી હોનાર પત્ની ના ભાગ્યના તને મળી રહ્યા છે…

હવે આને જોડવા-(બચાવવા) લાગ આગળ તને તારા લગ્નમાં કામ લાગશે..

એક દીવસ એની પત્ની ગર્ભવતી થઈ અને એની કમાઈ એ દીવસે થી ૩૧ રૂપિયા થવા લાગી…

ફરી થી એણે નારાદમુની ને બોલાવ્યા અને કહ્યુ હે મુનિવર મારા અને મારી પત્નીના ભાગ્યમાં ૧૧ રૂપિયા મળી રહયા હતા તો હવે ૩૧ રૂપિયા કેમ મળવા લાગ્યા..???

કેમ હુ કાઈ કોઈ અપરાધ કરી રહ્યો છુ…????

મુનિવરે કહ્યુ :- આ ૨૦ રૂપિયા તને તારા બાળક ના ભાગ્ય ના મળી રહ્યાં છે..

દરેક મનુષ્યને એના પ્રારબ્ધ ( ભાગ્ય)લખેલું હોય છે..કે…..,
કોના ભાગ્યથી ઘરમાં ધન-દૌલત આવે છે…. એ અમને કે કોઈને ખબર નથી હોતી..

પણ આ દુનિયામાં
મનુષ્ય અહંકાર કરતો હોય છે….કે મે આ બનાવ્યું, મે આ કર્યું,
મે કમાવ્યું, આ મારૂ છે, હુ કમાઈ રહયો છૂ,
મારા લીધેજ આ બધુ થઈ રહ્યુ છે…વગેરે…વગેરે..!!!

પરંતુ હે મનુષ્ય
તને નથી ખબર કે તુ કોના ભાગ્યનુ ખાય રહ્યો અને કમાઈ રહ્યો છે …।।