Leave it, We have to leave it accordingly to the time (in Gujarati)

0 Shares
0
0
0
0
0
0
0

કોઈને એકાદ બે વાર સમજાવવું,
કહીએ પણ ન સમજે તો,
ફરી ફરી સમજાવવાનું…
છોડી દેવુ.

છોકરાઓ મોટા થઈ
પોતાના નિર્ણય લેતા થાય તો,
એમની પાછળ પડવાનું…
છોડી દેવુ

થોડા જ લોકો સાથે
ઋણાનુંબંધ હોય છે,
એકાદ માણસ સાથે ના જામે તો…
છોડી દેવું

આપણાં હાથમાં કાંઈ નથી
એ અનુભવે સમજાય છે,
ભાવિ ની ચિંતા કરવાનું…
છોડી દેવુ

ઈચ્છાઓ અને ક્ષમતા વચ્ચે
વધુ અંતર થવા લાગે તો,
અપેક્ષાઓનો બોજ લઈ ફરવાનું..
છોડી દેવુ

પ્રત્યેકના જીવનનું ચરિત્ર, ક્ષમતા,
સંવેદના બઘુ જ અલગ હોય છે,
તેથી તુલના કરવાનું…
છોડી દેવુ

જીવન અનુભવોનો ખજાનો છે,
તો પછી આખી જીંદગી
નાહકનો બોજ લેવાનું…
છોડી દેવુ

પાસે છે એ પુરતું જ છે,
વધુ મેળવવાની લાહ્યમાં
ચારેકોર ઝાવા મારવાનું…
છોડી દેવુ

જાતે સુધારવાનુ શરૂ કરવું,
બીજા સુધરી જશે
એવી કોઇ અપેક્ષા રાખવાનું…
છોડી દેવુ

હું જ બધું કરૂં છું,
મારા વિના કાંઈ થાય એમ નથી,
એવા ભ્રમમાં રહેવાનું….
છોડી દેવુ

ગરજે ગધેડાને બાપ કહેવો પડે છે,
મારે કોઈ ની જરૂર નથી,
એવા ગુમાનમાં રહેવા નું…
છોડી દેવુ

આજે તમારો દિ છે,
કાલે ન પણ હોય માટે વાતે વાતે,
બીજાનું અપમાન કરવાનું…
છોડી દેવુ

સમજાય તો ઠીક છે,
બાકી આ લખેલી વાત વિશે,
ઝાઝું વિચારવાનું…
છોડી દેવુ