રમતો બધી રમાઇને પુરી થઈ ગઈ..
જુના ફોટાઓ ય જોવાઇ ગયા..
અને જુના દિવસો પણ જીવી લીધા..
ફરજિયાત રજાઓ નથી જોઈતી હવે..
હે ઈશ્વર , હવે તો તારો આ ખેલ પૂરો કર..
કંટાળો આવી ગયો છે હવે..
બીક વાળી સ્વચ્છતાનો..
સેનીટાઇઝર અને માસ્કનો..
ઘરમાં ગોંધાઈને રહેવાનો..
સાવ ખોટુ ખોટુ હસવાનો..
સંકટને હવે તો સમેટી લે..
હે ઈશ્વર , હવે તો તારો આ ખેલ પુરો કર..
નવી પેઢીના સ્વપ્નો માટે..
માંડી દીધેલા અર્ધા દાવ માટે..
તે જ આપેલાં આ પાપી પેટ માટે..,
હે ઈશ્વર , હવે તો તારો આ ખેલ પુરો કર..
હવે નહી કહું કે સમય જ નથી..
કુટુંબને, સંબંધોને પૂરો ન્યાય આપીશ..
નિસર્ગ, સૃષ્ટીનું કરીશ હું રક્ષણ..
આ કોયડાનો જવાબ આપી દે હવે..
હે ઈશ્વર , હવે તો તારો આ ખેલ પુરો કર..
ઘણી થઈ ગઈ, જે શિક્ષા આપી એ..
ભૂલો અમારી સમજાઈ ગઈ છે પૂરેપૂરી..
વિચારો પણ શુદ્ધ કર્યા છે અમે..
હાથને સ્વચ્છ કરતા કરતા..
વચન આપીએ છીએ અમે તને..
અમારી ભૂલોને નહીં દોહરાવીએ..
મહેરબાની કરીને..
હે ઈશ્વર , હવે તો તારો આ ખેલ પુરો કર..
જગતની ધીરજ ડગમગી જાય, એ પહેલા..
સહનશક્તિ પુરી થઈ જાય, એ પહેલા..
“તારા ” પોતાના પર પ્રશ્નો ઉભા થાય, એ પહેલા..
હે ઈશ્વર , હવે તો તારો આ ખેલ પુરો કર..
ઈશ્વર , ઓ ઈશ્વર,
સંભળાય છે ને તને ?
તો અમારી એક વાત માનીશ?
એક અબુધ બાળકની જેમ
તારા જ હાથે તારા જ રમકડાંની
તોડફોડ બંધ કર, મારા વાલા..
બે હાથ જોડીને તને વિનવુ છું..
હે ઈશ્વર , હવે તો તારો આ ખેલ પુરો કર.. 🙏🏻
Writer: Received in WhatsAPP