Gujarati Poem. Don’t forget what we have learned due Corona

0 Shares
0
0
0
0
0
0
0

બહારે બધું ય બંધ છે
ચાલ ને ભીતરે જઈએ!

લોકો ને બહુ મળ્યા હવે,
થોડું ખુદ ની સાથે રહીએ!

બેસી ઘરમાં પલાંઠી વાળી,
સૌને ધ્યાન દઈ સાંભળીએ!

હતી ખબર પણ કર્યું નહિ,
હવે વાયરસ નું કહ્યું કરીએ!

હતું કેટલું ગુમાન જ્ઞાન નું,
હવે ફરી પ્રકૃતિથી ડરીએ!

કર્યો અતિરેક કેટલો સૌ એ,
કુદરત કહે તે સમજીએ!

ન્યાલ પણ કરે બરબાદ પણ,
પરમ ને ઓછું ના તોલીએ!

લડશે માનવ ને મળશે દવા પણ,
જશે રોગ, શીખ આ ના ભૂલીએ!