Radhe Krishna

કાનામાંથી દ્વારકાધીશ બનવામાં તે ઘણું બધું ગુમાવ્યું છે…

0 Shares
0
0
0

કૃષ્ણ ગોકુળ છોડીને મથુરા ગયા ત્યારે રાધા પણ નવ વર્ષનાં હતા…!
એ પછી કૃષ્ણ રાધાને મળ્યા જ નથી…
ગયા તે ગયા જ

હમણાં એક બહુ જ અદભૂત રચના વાંચી લેખકનું નામ અજ્ઞાત છેપણ જેને આ લખી છે એને મારા પ્રણામ…

કાવ્યની પૂર્વભૂમિકા કૈક આવી છે
એકવાર સ્વર્ગમાં વિચરણ કરતા રાધા અને કૃષ્ણ સામસામે આવી ગયા.
રાધા કૃષ્ણને પૂછે છે :
‘કેમ છો દ્વારકાધીશ..?

આ સાંભળીને કૃષ્ણ કહે :
રાધા હું તને ખૂબ યાદ કરતો હતો.
તારી યાદમાં આંખમાંથી આંસુ આવી જતા હતા..!

રાધા જવાબ આપે છે
મારે તને ક્યારેય યાદ કરવો પડ્યો નથી..!
જે ભૂલી જાય એને યાદ કરવું પડે..
હું તો તને ભૂલી જ નથી
મને આંખમાં આંસુ પણ નથી આવ્યા..!
કારણ કે મારી આંખમાં તું જ હતો…
મને બીક લાગતી કે આંસુ આવશે તો આંખમાંથી તુંવહી જઈશ..
તને ખબર છે…

કાના માંથી દ્વારકાધીશ તું બન્યો એમાં તે કેટલું બધું ગુમાવ્યું છે…?
તે એક આંગળી ઉપર ભરોસો મુકીને સુદર્શન ચક્ર તો ચલાવ્યું…
પણ બીજી બધી આંગળીઓથી વાગતી વાંસળીને તું ભૂલી ગયો..

દ્વારકાધીશ અને કાનામાં શું તફાવત છે એ તને કહું..?
તું કાના જ રહ્યો હોત તો સુદામા ને ઘેર તું દોડીને ગયો હોત…
પણ..
દ્વારકાધીશ બન્યો એટલે સુદામા ને તારી પાસે આવવું પડ્યું..
કાના…

તે ભગવત ગીતા લખી એમાં કયાં ય મારા નામનો તે ઉલ્લેખ કર્યો નથી..
છતાં ભગવત ગીતાના પાઠ પછી લોકો..
રાધે રાધે…
શું કામ બોલે છે..?
કાના..
તું યમુનાનાં મીઠા જળ છોડીને છેક દ્વારકાના દરિયાના ખારાં પાણી સુધી પહોંચ્યો..!
કાનામાંથી દ્વારકાધીશ બનવામાં તે ઘણું બધું ગુમાવ્યું છે…
_*’..ને દ્વારકાધીશ કા’નો રડી પડ્યો……..