Thank you god for giving me such great body

0 Shares
0
0
0
0
0
0
0

મને અદભુત શરીર આપનાર હે પરમેશ્વર !!

કોઈ અરજી નહોતી કરી કે નહોતી કોઈની ભલામણ હતી, છતા
માથાનાં વાળથી લઈ અંગૂઠા સુઘી 24 ક્લાક ભગવાન તું રકત પ્રવાહિત કરે છે.

જીભ પર નિયમિત લાળ અભિષેક કરે છે.
નિરંતર તું મારું હૃદય ચલાવે છે.

એને ચલાવવાવાળું એવું કયું યંત્ર તે ફીટ કર્યુ છે હે ભગવાન ?.

પગના નખથી લઈ માથાના વાળ સુઘી કોઈ અડચણ વગર સંદેશા વહન કરવાવાળી પ્રણાલી… કઈ અદ્રશ્ય શકિતથી ચાલી રહી છે એજ કાઈ સમજાતું નથી.

હાડકા ને માંસમાં બનવાવાળું રક્ત કેવુ અદ્વિતીય આર્કિટેકચર છે એનો કોઈ અંદાજ નથી.

હજાર-હજાર મેગા પિક્સલ વાળા બે- બે કેમેરા દિવસ – રાત બધા દ્રશ્યો કેદ કરી રહ્યાં છે.

દસ હજાર ટેસ્ટ કરવાવાળી જીભ નામની ટેસ્ટર,

અગણિત સંવેદનાનો અનુભવ કરવાવાળી ત્વચા નામની સેન્સર પ્રણાલી..

જુદી જુદી ફ્રીકવંસીની અવાજ ઉત્પન્ન કરવાવાળી સ્વર પ્રણાલી અને
એ ફ્રીકવંસીનું કોડિંગ-ડિકોર્ડિંગ કરવાવાળા કાન નામના યંત્ર વાહ અદભુત છે..

75% પાણી ભરેલું શરીર રૂપી ટેન્કરમાં ચામડી ઉપર લાખો છિદ્ર હોવા છતાં ક્યાંયથી લીક નથી થતું*

કોઈ આધાર વગર હું ઊભો રહી શકું છું.. ગાડીનાં ટાયર ઘસાય છે, પણ પગનાં તળિયા ક્યારેય ઘસાતા નથી.

કેવી અદ્દભૂત એવી રચના છે.દેખભાળ, સ્મૃતિ, શકિત, શાંતિ આ બધું ભગવાન તું આપે છે તું જ અંદર બેસીને શરીર ચલાવે છે.

અદ્દભુત* છે બધું અવિશ્વસનીય.
સમજ માં ના આવે તેવાં શરીર રુપી મશીનમાં હંમેશા તું જ છે.

એનો અનુભવ કરાવવાવાળો *આત્મા ભગવાન તે એવો *ફીટ* કરી દીધો છે કે હવે શું તારી પાસે માંગુ?

બસ એકજ માંગુ છું

તારા આ ખેલનો નિસ્વાર્થ પ્રેમનો ભાગ રહું એવી સદ્દબુદ્ધી મને આપો.

તું જ આ બઘું સંભાળે છે એનો અનુભવ મને હંમેશા આપો,

રોજ પળપળ કૃતજ્ઞતાથી તારો ઋણી હોવાનું સ્મરણ મને આપો

હે પ્રભુ આ જીવ તે આપ્યો છે
એની સંભાળ હું કરીશ પણ સારવાર તું કરજે એવું મન મને આપો

Gratitue to God
કાલ રાત સુધીની સરસ જિંદગી માટે અને આજની સરસ સવાર માટે હું તારો આભાર વ્યકત કરું છું

Read more