માણસ મહેનતથી આગળ વધે છે કે નસીબ થી?

0 Shares
0
0
0

એક ખમણ વેચવા વાળો હતો જે વાતોડિયો પણ રમૂજી હતો.
જયારે પણ ખમણ ખાવા જાઓ ત્યારે એમ લાગતું કે એ આપણી જ રાહ જોઈ રહ્યો છે. દરેક વિષય પર એને વાત કરવામાં મજા આવતી. ઘણીવાર એને કીધું કે ભાઈ મોડું થઇ જાય છે જલ્દી ખમણ સેવની પ્લેટ બનાવી દે પણ એની વાતો ખતમ જ થતી નહીં.

એકવાર અચાનક જ કર્મ અને ભાગ્ય પર વાત શરૂ થઇ.
નસીબ અને પ્રયત્નની વાત સાંભળીને મેં વિચાર્યું કે ચાલો આજે એની વિચારશક્તિ જોઈએ. મેં એક સવાલ પૂછ્યો.

મારો સવાલ હતો કે માણસ મહેનતથી આગળ વધે છે કે નસીબ થી?
અને એના જવાબે મારા મગજના તમામ જાળા સાફ કરી નાખ્યાં.

એ કહેવા લાગ્યો કે તમારું કોઈક બેન્કમાં લોકર તો હશે જ? એની ચાવીઓ જ આ સવાલનો જવાબ છે. દરેક લોકરની બે ચાવીઓ હોય છે.

એક ચાવી તમારી પાસે હોય છે અને એક બેન્ક મેનેજર પાસે.
તમારી પાસે જે ચાવી છે એ પરિશ્રમ અને મેનેજર પાસે છે એ નસીબ.
જ્યાં સુધી બન્ને ચાવી નાં લાગે ત્યાં સુધી લોકરનુ તાળું ખુલી શકે નહીં.
તમે કર્મયોગી પુરૂષ છો અને મેનેજર ભગવાન.

તમારે તમારી ચાવી પણ લગાવતા રહેવું જોઈએ. ખબર નહીં ઉપરવાળો ક્યારે પોતાની ચાવી લગાવી દે? ક્યાંક એવું ના થાય કે ભગવાન પોતાની ભાગ્યવાળી ચાવી લગાવતો હોય અને આપણે પરિશ્રમવાળી ચાવી ના લગાવી શકીએ અને તાળું ખોલવાનું રહી જાય?

આ કર્મ અને ભાગ્યનું સુંદર અર્થઘટન છે.