મકર સંક્રાન્તિ માં દાન કાર્ય માટે પુણ્ય કાળ

0 Shares
0
0
0
0
0
0
0

🌞સૂર્યના ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશને ઉત્તરાયણ માનવામાં આવે છે. સૂર્યના આ રાશિ-પરિવર્તનના સમયને મકર સંક્રાંતિ કહેવાય છે. આ વખતે તા.૧૪મી જાન્યુઆરી એ સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ સાંજે ૦૮:૪૩:૫૪ એ થશે. માટે ઉતરાયણ નો પર્વ ૧૫/૦૧/૨૦૨૩ નો કેહવાશે.

પુણ્ય કાળ
રવિવાર તા: ૧૫-૦૧-૨૩ નાં રોજ સૂર્યોદય સમય ૦૭:૨૨ થી સુર્યાસ્ત ૧૮:૧૩સુધી પુણ્યકાળ રેહશે
🙏આમ ઉપરોક્ત સમય માં ચંદ્ર નાડીમાં (ડાબા નસકોરામાંથી શ્વાસ નીકળતો હોય ત્યારે) કરેલું દાન અનંત ઘણું ફળદાઈ નીવડે.

દાનમ્ દુર્ગતિ નાશમ્

🙏🏻ઘણા મિત્રો સવારે બ્રહ્મ મુહુર્ત ના સ્નાન માટે પણ સરસ ઓપ્શન શોધી કાઢે છે અને કહે છે કે સવારે ઉઠીને સ્નાન કરી ને પાછા સુઈ જઈશું.

તો આવી મૂર્ખામી કરવી નહી. કેમકે ઉતરાયણ ને દિવસે સવારે સૂર્યઉદયથી લઇ ને સુર્યાસ્ત સુધીનો પુણ્યકાળ કેહવાય છે અને આ પુણ્ય કાળમાં જે માનવી (વૃદ્ધ/અશક્ત/બીમાર અને બાળક શિવાય) સુઈ જાય છે તેની લક્ષ્મી નો નાશ થાય છે.

🙏એક લાખ ગાયના દાનનું પુણ્ય કઈ રીતે પ્રાપ્ત થાય ?

🙏૧૫ જાન્યુઆરી, ઉત્તરાયણ ના દિવસે બ્રહ્મમુહૂર્ત સમય ૦૫:૩૬ થી ૦૬:૨૮ માં ઉઠી ને પાણીમાં તલ ઉમેરી સ્નાન કરવા માત્રથી જ ૧ લાખ ગાયના દાનનું પુણ્ય મળે છે. માટે કેમેં કરીને આ અવસર ને ચૂકતા નહિ.

🌹 સ્નાન કર્યા બાદ સૂર્ય ઉદય પેહલા તાંબાના લોટામાં તલ ઉમેરી સૂર્ય ને 7 ગાયત્રી મંત્ર દ્વારા અર્ધ્ય આપવું, ત્યાર બાદ સૂર્ય ઉદય સમયે આ જ રીતે અર્ધ્ય આપવું, ત્યાર બાદ યથા શક્તિ સૂર્ય ત્રાટક કરવાથી ગજબની શક્તિ નો પાદુર્ભાવ થાય છે તેમાં કોઈ શંકા નહિ.

🌹આ ક્રમ પુર્ણ કર્યા બાદ ગાય ને ઘાસ આપવનો મહિમા પણ અપરંપાર છે.

મકરસંક્રાંતિના દિવસે નવ પ્રકારનાં દાનનું પુણ્ય
૧. અન્નદાન,
૨. જલદાન,
૩. (મકાન)દાન,
૪. પાત્રદાન,
૫. વસ્ત્રદાન,
૬. ભૂમિ દાન,
૭. મનથી ભલું વિચારવું,
૮. વચનથી ભલું બોલવું,
૯. કાયાથી ભલું કરવું.

આ રીતે આપણે મનથી શ્રદ્ધા પ્રમાણે દાન આપીએ.
🏺આ સિવાય સવારના નિત્ય કર્મ પરવારીને એક તાંબાના કળશમાં જળ ભરવું. તેમાં થોડા તલ નાખવા, ત્રણ સફેદ કલરના પુષ્પ મુકવા. ભગવાનને પ્રાર્થના કરવી કે સર્વપ્રકારે તમે મારું મંગલ કરજો. આ કાર્ય પૂર્ણ થયા બાદ શિવ મંદિરમાં જવું. શિવ મંદિરમાં તલની બનાવેલી વસ્તુ, તલસાંકળી, ગોળ-પાપડી વિગેરે અર્પણ કરવું. તેમજ ૧૦૦ ગ્રામથી લઈને ૧ કિલો સુધી મહાદેવ ઉપર ઘીનો અભિષેક કરવો. જે મહાફળ આપનારો છે અને તે જ મંદિરમાં તાંબાનું પાત્ર લઇ તેમાં કાળા તલ ભરવા. યથા શક્તિ દક્ષિણા મુકવી અને તે અર્પણ કરવું.

સૂર્યસંક્રાંતિના દિવસે રાશિ પ્રમાણે દાનનું મહત્ત્વ

☘ મેષ-વૃશ્યિક : મસૂરની દાળ, કેસર, લાલ વસ્ત્ર દ્યઉં.
☘ વૃષભ-તુલા : ચાંદી, સફેદ વસ્ત્ર, સુગંધિત પદાર્થ, દૂધ-દહીં.
☘ મિથુન-કન્યા : લીલાં વસ્ત્ર, કાંસનાં વાસણ, તુલસીવૃક્ષ, ખાંડ, ફળફળાદિ.
☘ કર્ક : ચોખા, સફેદ વસ્ત્ર, સફેદ ચંદન અને ખાંડ.
☘ સિંહ : તલ, તાંબાનાં વાસણ, દ્યઉં, ગોળ, લાલ વસ્ત્રી, દ્યી.
☘ ધન-મીન : હળદર, ચણાની દાળ, ર્ધિામક પુસ્તકો, પીળાં વસ્ત્ર, મધ.
☘ મકર-કુંભ : લોખંડ, સ્ટીલનાં વાસણો, તલ, અડદ, કાળાં વસ્ત્ર બૂટ-ચંપલ, તેલ.

આ દિવસે આપવામાં/કરવામાં આવતું દરેક દાન કાર્ય ને ચંદ્ર નાડી માં કરવું જેથી તેનું અનંતગણું ફળ મળવાને પાત્ર રહેશો અને દાન નું શુભ ફળ ખરા અર્થમાં પામી શકશો

🙏ઉત્તરાયણ ના દિવસે બ્રહ્મમુહૂર્ત માં જે જાતક ભગવાન સદાશિવ ને ગાયના ઘી નો અભિષેક કરે છે તે જાતક ને ભોળાનાથ ગાંડો ઘેલો થઈને શુ અર્પણ કરી દે તેતો મારો મહાદેવ જ જાણે.

શાસ્ત્રોમાં મહાદેવને દીપ દર્શન કરવાનું અનંતકોટી ઘણું ફળ જણાવવામાં આવેલ છે. માટે આ પર્વ ઉપર જે જાતક મહાદેવને દીપ દર્શન કરાવે છે તેઓને કેટલાય જન્મોના પાપનો નાશ થાય છે.

મૃત્યુ નજીક હોય અને છેલ્લા શ્વાસ દરમિયાન પણ જો કોઈ જાતક મહાદેવને દીપ દર્શન પણ કરાવી દે તો તેને કૈલાસમાં સ્થાન મળે છે.

આમ અનેક અનંત ઘણું ઉત્તમ ફળ મહાદેવના મંદિરમાં માત્ર દીપ દર્શન કરાવવાથી પ્રાપ્ત થાય છે અને ભોળાનાથ રાજી રાજી થાય છે.

ઉત્તરાયણ પર્વ પર, એટલે કે ઉત્તરાયણ ના દિવસે સવારે બ્રહ્મમુહૂર્ત માં અથવા સાંજના ગૌધુલી સમય માં ભગવાન સદાશિવ ના મંદિરમાં મહાદેવ સમક્ષ 11,21,27,51,108 દીપદાન કરવામાં આવે તો પણ તેનું મહત્વ કોટી કોટી અનંત ઘણું શુભ ફળ મળે છે.

ઠંડી અને કોરોના નું વાતાવરણ અઘરું છે, માટે જો શક્ય થઈ શકે તો જ 🌊ઉત્તરાયણ ના દિવસે સ્નાન માટે નો મહિમા પણ અનેરો છે, નદી માં નર્મદા અને ગંગા સ્નાન ઉત્તમ છે.

ગંગા સ્નાન તત્કાલ શક્ય ન હોવાથી મહીં સ્નાન અથવા નર્મદા સ્નાન નું પણ અનેરું આગવું મહત્વ છે.

આ દિવસે કરેલ નદી નું સ્નાન પાછલી 70 પેઢી સુધી પિતૃઓ ને તૃપ્ત કરનાર છે.
🌊નદી ના સ્નાન બાદ શરીર લૂછવુ નહિ…

આપના શરીર અને વાળ માંથી નીતરતા પાણી ના ટીપાં આપના પિતૃઓ ને તૃપ્ત કરનાર છે.

🙏🌊આમ આ દિવસના નદી સ્નાન દ્વારા આપ આપના પિતૃઓ ને તૃપ્ત કરીને શુભ આશીર્વાદ મેળવી આપનું જીવન આર્થિક માનસિક અને શારીરિક રીતે શ્રેષ્ઠ બનાવી શકો છો.

🌹દાન🌹

🙏દાન ફક્ત બ્રાહ્મણને આપો તેને જ દાન કહેવાય. આ સીવાય કોઈને પણ આપેલ વસ્તુ ને સતકર્મ કહેવાય. અને સતકર્મ અને દાન નું ફળ અલગ અલગ છે તે જાણવું.

🙏દાન થી પુણ્ય પ્રાપ્ત થાય છે અને પુણ્ય થી લક્ષ્મી પ્રાપ્ત થાય છે.

🙏સતકર્મ થી કર્મોના બંધન માંથી મુક્ત થવાય છે.

🙏આમ બંને ના ફળ અલગ અલગ છે.

🌹હર હર મહાદેવ 🌹🙏