GUJARATI – ગુજરાતી સુવિચાર

0 Shares
0
0
0
0
0
0
0
  • આપીને જે આનંદ અનુભવે છે તે સ્નેહ, લઈને જે રાજી રહે છે તેનું નામ સ્વાર્થ.

  • પગની મર્યાદાને રસ્તાની મર્યાદા માની લેવાની ભૂલ જો કરવા જેવી નથી,
    આંખની મર્યાદાને આકાશની મર્યાદા માની લેવાની ભૂલ જો કરવા જેવી નથી તો
    બુધ્ધિની મર્યાદાને સત્યની મર્યાદા માની લેવાની ભૂલ પણ કરવા જેવી નથી
    .

  • સાચું કહેવામાં જેટલી હિંમત જોઇએ, તેના કરતાં સાચું સ્વીકારવામાં વધુ હિંમત જોઇએ.

  • કોઇનો સ્નેહ કયારેય ઓછો હોતો નથી, પરંતુ આપણી અપેક્ષાઓ જ વધારે હોય છે.