whats in your cup

જે કપની અંદર હોય એ જ બહાર છલકાય.

0 Shares
0
0
0

આપણા હાથમાં ગરમ કૉફીનો છલોછલ ફીણમઢેલો કપ હોય અને પીવાની તૈયારી કરતા જ હોઈએ ત્યાંજ પાછળથી કોઈ ઉતાવળમાં આવે. તેનો ધક્કો હાથને વાગે અને છલોછલ ભરેલા કપમાંથી ચારે તરફ કૉફી ઢોળાય જાય.
બરાબર આવું જ થાય.

શા માટે કૉફી ઢોળાય?

તમે જવાબ આપશો
અરે કોઈ પાછળથી ધક્કો મારે તો કૉફી ઢોળાય જ ને ?

ના,

આ જવાબ પૂરો સાચો નથી.
તમારા હાથમાંના કપમાંથી કૉફી ઢોળાય, કારણ કે કપ કૉફીથી ભરેલો હતો.

જો કપ ચાથી ભરેલો હોત તો… ચા ઢોળાત !

જે કપની અંદર હોય એ છલકાયને બહાર આવી જાય… ઢોળાઈ જાય.પછી એ ચા હોય, કૉફી કે દૂધ કે લસ્સી કે પછી શરબત.

જે કપની અંદર હોય એ જ બહાર છલકાય.

આ વાતમાં છુપાયેલો સંદેશ હવે સમજીએ. સંદેશ એ છે કે આ છલોછલ ભરેલો કપ એ આપણે છીએ. જ્યારે જીવનમાં આપણને સમય-સંજોગ પ્રમાણે ધક્કો લાગે ત્યારે આપણી અંદર જે હોય એ બહાર છલકાય છે.

જ્યાં સુધી ધક્કો ન વાગે ત્યાં સુધી તો આપણે બરાબર સારા બનવાનો દંભ કરી શકીએ છીએ, પરંતુ જ્યારે ન ગમતું બને, ધક્કો વાગે ત્યારે હકીકતમાં
અંદર રહેલું વ્યક્તિત્વ બહાર આવી જાય છે.

આપણે આપણી જાતને પૂછવાનું છે કે આપણે કપ હોઈએ ધક્કો વાગે તો બહાર શું છલકાય? જિંદગીમાં ધક્કો વાગે ત્યારે શું છલકાશે? શું ઢોળાશે?

  • આનંદ?
  • આભાર?
  • શાંતિ?
  • માનવતા?
  • વિનમ્રતા?
  • કે પછી
  • ગુસ્સો ?
  • કડવાશ?
  • ખરાબ શબ્દો ?
  • કે પછી
  • ખરાબ વર્તન?

આપણામાંથી કશુંક સારું જ છલકાય, ઢોળાય એ માટે જીવનને ક્ષમા,શાંતિ, આનંદ, દયા, પ્રેમ, લાગણી, સ્નેહભર્યા શબ્દો અને હકારાત્મકતાથી ભરી દો.

પછી ભલે જીવનમાં ધક્કો વાગે કશુંક સારું જ છલકાશે.

આપનું જીવન સુગંધિત રહે…💐💐💐