જે કપની અંદર હોય એ જ બહાર છલકાય.

આપણા હાથમાં ગરમ કૉફીનો
છલોછલ ફીણમઢેલો કપ
હોય અને પીવાની
તૈયારી
કરતા જ હોઈએ
ત્યાંજ પાછળથી
કોઈ ઉતાવળમાં આવે. તેનો ધક્કો હાથને વાગે અને છલોછલ ભરેલા
કપમાંથી ચારે તરફ કૉફી
ઢોળાય જાય.

બરાબર આવું જ થાય.

શા માટે કૉફી ઢોળાય?

તમે જવાબ આપશો
અરે કોઈ પાછળથી ધક્કો મારે તો કૉફી ઢોળાય જ ને ?

ના,
આ જવાબ પૂરો સાચો નથી.
તમારા હાથમાંના કપમાંથી
કૉફી ઢોળાય,
કારણ કે
કપ કૉફીથી ભરેલો હતો.
જો
કપ
ચાથી ભરેલો હોત તો… ચા ઢોળાત !

જે કપની અંદર હોય એ
છલકાયને બહાર આવી જાય…
ઢોળાઈ જાય.
પછી એ ચા હોય,
કૉફી કે દૂધ કે લસ્સી કે પછી શરબત.

જે કપની અંદર હોય એ જ બહાર છલકાય.

આ વાતમાં છુપાયેલો સંદેશ હવે સમજીએ.

સંદેશ એ છે કે
આ છલોછલ ભરેલો કપ એ આપણે છીએ.
જ્યારે જીવનમાં આપણને
સમય-સંજોગ પ્રમાણે ધક્કો
લાગે ત્યારે આપણી અંદર જે
હોય એ
બહાર છલકાય છે.

જ્યાં સુધી ધક્કો ન વાગે ત્યાં
સુધી તો આપણે
બરાબર સારા બનવાનો દંભ કરી શકીએ છીએ,
પરંતુ
જ્યારે ન ગમતું બને,
ધક્કો વાગે ત્યારે હકીકતમાં
અંદર રહેલું
વ્યક્તિત્વ બહાર આવી જાય છે.

આપણે આપણી જાતને
પૂછવાનું છે કે
આપણે કપ હોઈએ-
ધક્કો વાગે
તો બહાર શું છલકાય?

જિંદગીમાં ધક્કો વાગે
ત્યારે શું છલકાશે?
શું ઢોળાશે?

આનંદ ? આભાર ? શાંતિ ? માનવતા ?
વિનમ્રતા ?
કે પછી
ગુસ્સો ?
કડવાશ?
ખરાબ શબ્દો ?
કે પછી
ખરાબ વર્તન?

આપણામાંથી કશુંક સારું જ છલકાય, ઢોળાય એ માટે જીવનને ક્ષમા,શાંતિ, આનંદ, દયા, પ્રેમ, લાગણી, સ્નેહભર્યા શબ્દો અને હકારાત્મકતાથી ભરી દો.

પછી ભલે જીવનમાં ધક્કો વાગે કશુંક સારું જ છલકાશે.

આપનું જીવન સુગંધિત રહે…મહ.
💐💐💐

Motivation Quote in Gujarati

થોડાક શબ્દો ઉચ્ચારવાથી અગ્નિની સાક્ષીએ લગ્ન થાય છે અને
થોડાક વધુ શબ્દો ઉચ્ચારવાથી ઘરમાં અગ્નિનો સાક્ષાત્કાર થાય છે!

ધુળ જેવી છે જીંદગી આપણી આંસુડા રેડી એમાં કિચ્ચડ ના કર .!!!

કાયદાનું શિક્ષણ મેં એટલી સારી રીતે હાંસલ કયું કે કાયદાનો અભ્યાસ પુરો થયા
પછી મેં મારી કોલેજ પર દાવો માંડ્યો અને મારી સઘળી ટ્યુશન ફી પાછી મેળવી…

સંતાનને સારા સંસ્કાર આપવા ગમે તેટલા પ્રયાસ કરો …..
આખરે તો એ મા-બાપનેજ અનુસરશે !

બરફ જેવી છે આ જીંદગી …
જેનો ભુતકાળ પણ પાણી અને ભવિષ્યકાળ પણ પાણી ….

પ્રશ્નો તો રહેવાના જ. સુખી લોકોને પ્રશ્ન થાય કે શું કરીએ તો ભૂખ લાગે,
અને દુઃખી લોકોનો પ્રશ્ન છે કે ભૂખ તો લાગે છે, પણ શું કરીએ!

ઇશ્વરનું બેલેન્સ કેવું અદભુત છે …
પાંચ મણ ઘઉંની બોરી ઉપાડી શકે તે મજુર એકી સાથે ખરીદી ના શકે;
અને જે ખરીદી શકે છે, તે શેઠ તેને ઊપાડી ના શકે.

કેટલાક લોકોનું દિલ દરિયા જેવું વિશાળ હોય છે, જેમાં એક ચકલું ય પોતાની તરસ ના છિપાવી શકે !!!

સાચવવા પડે એ સંબંધો કદી સાચા નથી હોતા,
અને જો સંબંધો સાચા હોય, તો એને સાચવવા નથી પડતા.

વ્યવહાર નથી બદલાતા સંજોગો બદલાય છે,
માણસ નથી બદલાતા ખાલી તેમના અભિગમ બદલાય છે.

* માણસને સાચા સ્વરૂપમાં ઓળખવો હોય તો તેને સતાસ્થાને બેસાડો.

* જીવનમાં એટલી બધી ભૂલો ના કરવી કે પેન્સિલ પેહલા જ રબર ઘસાઈ જાય!

* જીવનમાં ફક્ત એક સારી વ્યક્તિનો સાથ હોય તો આખી જિંદગી જીવી શકાય છે,
પણ ક્યારેક ફક્ત એ એક સારી વ્યક્તિની શોધમાં આખી જિંદગી વીતી જાય છે!

* દરેક માણસ પાસે એક એવું મોટું કબ્રસ્તાન હોવું જોઇએ, કે જેમાં એ પોતાના મિત્રોના દોષો દફનાવી શકે!

* મિત્ર એ એવી વ્યક્તિ છે કે જે તમારા હ્દયમા ગુંજ્તા ગીતને જાણે છે, અને
એ જ ગીતને યાદ કરાવે છે જ્યારે તમે ગીતના શબ્દો ભુલી જાઓ છો.

અને છેલ્લે ….
શ્વાસ ખુટી જાય અને ઈચ્છાઓ બાકી રહી જાય, તે મોત!
ઈચ્છાઓ ખુટી જાય અને શ્વાસ બાકી રહે, તે મોક્ષ!