સ્વર્ગ અને નરક

એક બાળકને સ્વર્ગ અને નરક જોવાની ખુબ જ ઇચ્છા હતી. એ રોજ આ માટે ભગવાનને પ્રાર્થના કરતો.

એક દિવસ ભગવાન તેના પર રાજી થયા અને બાળકને સ્વર્ગ તથા નરક બતાવવાનું વચન આપ્યુ.

કોઇ એક ચોક્કસ દિવસે ભગવાનને થોડી ફુરસદ મળી એટલે એ પેલા બાળક પાસે આવ્યા અને કહ્યુ, “ચાલ બેટા, આજે તને સ્વર્ગ અને નરકની મુલાકાત કરાવું. બોલ તારે પહેલા કોની મુલાકાત લેવી છે?”

બાળકે કહ્યુ, “પ્રભુ, પહેલા નરક બતાવો. પછી સ્વર્ગમાં થોડો સમય આરામ કરવો હોઇ તો પણ વાંધો ન આવે.”

ભગવાન બાળકને લઇને નરકમાં ગયા.

દરવાજો ખોલીને અંદર પ્રવેશ્યા.
સૌ પ્રથમ ભોજનશાળાની મુલાકાતે ગયા.
બાળકે જોયુ તો ત્યાં અનેક પ્રકારના ભોજન હતા.
જાત જાતના પકવાનોના થાળ પડ્યા હતા.
આમ છતા લોકો ભુખના માર્યા તરફડીયા મારી રહ્યા હતા.
કેટલાકના મોઢામાંથી સારુ ભોજન જોઇને લાળો ટપકતી હતી પરંતું એ ભોજન લેતા ન હતા.

બાળકે ભગવાનને પુછ્યુ, “પ્રભુ આવુ કેમ ? ભોજન સામે હોવા છતા આ લોકો કેમ ખાતા નથી અને દુ:ખી થઇને રાડો પાડે છે?”

ભગવાને બાળકને કહ્યુ, “બેટા, આ તમામ લોકોના હાથ સામે જો. બધાના હાથ સીધા જ રહે છે. એને કોણીથી વાળી શકતા નથી અને એટલે એ ભોજનને હાથમાં લઇ શકે છે પણ પોતાના મુખ સુધી પહોંચાડી શકતા નથી. ભોજનને મુખ સુધી પહોંચાડવા એ હવામાં ઉંચે ઉડાડે છે અને પછી પોતાના મુખમાં ઝીલવા માટેનો પ્રયાસ કરે છે પણ એમા એ સફળ થતા નથી.”

બાળકે દલીલ કરતા કહ્યુ, “પ્રભુ આ તો નરકના લોકો માટે હળાહળ અન્યાય જ છે. ભોજન સામે હોવા છતા તમે કરેલી કરામતને કારણે હાથ વળતો નથી અને એ ખાઇ શકતા નથી.”

ભગવાને કહ્યુ, “ચાલ બેટા હવે તને સ્વર્ગની ભોજનશાળા બતાવું. એ જોઇને તને નરક અને સ્વર્ગ વચ્ચેનો ભેદ બહુ સરળતાથી સમજાઇ જશે અને હું અન્યાય કરુ છુ કે કેમ ? તે પણ તને ખબર પડી જશે.”

બાળક ભગવાનની સાથે સ્વર્ગની ભોજનશાળામાં ગયો. અહિંયા નરકમાં હતા એ જ પ્રકારના બધા ભોજન હતા અને એવી જ વ્યવસ્થાઓ હતી છતાય બધાના ચહેરા પર આનંદ હતો. બધા શાંતિથી ભોજન લઇ રહ્યા હતા.

બાળકે ધ્યાનથી જોયુ તો અહિંયા પણ દરેક લોકોની શારિરીક સ્થિતી નરક જેવી જ હતી. મતલબ કે કોઇના હાથ કોણીથી વળી શકતા નહોતો.
પરંતું લોકો ભોજન લેતી વખતે એકબીજાને મદદ કરતા હતા સામ-સામે બેસીને પોતાના હાથમાં રહેલો કોળીયો સામેવાળી વ્યક્તિના મુખમાં મુકતા હતા અને સામેવાળી વ્યક્તિના હાથમાં રહેલો કોળિયો પોતાના મુખમાં સ્વિકારતા હતા.

બાળકે ભગવાનની સામે જોઇને હસતા હસતા કહ્યુ, “પ્રભુ મને સ્વર્ગ અને નરક વચ્ચેનો તફાવત બરોબર સમજાઇ ગયો.”

સ્વર્ગ મેળવવા માટે મરવાની જરુર નથી. એકબીજાને મદદ કરવાની ભાવના હોય તો આ ધરતી પર જ સ્વર્ગની અનુભૂતિ થશે.

‘તારુ જે થવુ હોય તે થાય હું મારુ કરુ’ આવી વિચારસરણી જ્યાં છે તે નરક છે અને
‘મારુ જે થવુ હોય તે થાય પહેલા હું તારુ કરુ’ આવી ભાવના જ્યાં છે ત્યાં સ્વર્ગ છે.👏

મળતા રહો મિત્રો – ઑશો રજનીશ

જયારે મારુ મૃત્યુ થશે તો
તમે મારા
પરિવારજનોને મળવા આવશો
અને મને ખબર પણ નહિ પડે તો
હમણાં જ આવી જાવો ને મને મળવા.

જયારે મારુ મૃત્યુ થશે
તમે મારા બધા ગુનાઓ
માફ કરી દેશો
જેની મને ખબર પણ નહિ પડે તો
આજે જ માફ કરી દો ને.

જયારે મારુ મૃત્યુ થશે ત્યારે
તમે મારી કદર કરશો અને
મારા વિષે સારી સારી વાતો કરશો
જે હું સાંભળી નહિ શકુ તો
હમણાં જ બોલોને.

જયારે મારુ મૃત્યુ થશે ત્યારે
તમને થશે કે માણસ
ઘણો સારો હતો એની સાથે
થોડો વધુ સમય વિતાવ્યો હોત તો
સારુ થાત તો
આજે જ આવી જાઓ ને.

એટલા માટે કહું છું કે
રાહ નહિ જુઓ
રાહ જોવામાં ક્યારેક
બહુ મોડુ થઇ જાય છે..!!

એટલા માટે
મળતા રહો મિત્રો

  • ઑશો રજનીશ

કાનામાંથી દ્વારકાધીશ બનવામાં તે ઘણું બધું ગુમાવ્યું છે…

કૃષ્ણ ગોકુળ છોડીને મથુરા ગયા ત્યારે રાધા પણ નવ વર્ષનાં હતા…!

એ પછી કૃષ્ણ રાધાને મળ્યા જ નથી…

ગયા તે ગયા જ

હમણાં એક બહુ જ અદભૂત રચના વાંચી
લેખકનું નામ અજ્ઞાત છે
પણ જેને આ લખી છે એને મારા પ્રણામ…

કાવ્યની પૂર્વભૂમિકા કૈક આવી છે
એકવાર સ્વર્ગમાં વિચરણ કરતા રાધા અને કૃષ્ણ સામસામે આવી ગયા.

રાધા કૃષ્ણને પૂછે છે :
‘કેમ છો દ્વારકાધીશ..?

આ સાંભળીને કૃષ્ણ કહે :
રાધા હું તને ખૂબ યાદ કરતો હતો.
તારી યાદમાં આંખમાંથી આંસુ આવી જતા હતા..!

રાધા જવાબ આપે છે
મારે તને ક્યારેય યાદ કરવો પડ્યો નથી..!

જે ભૂલી જાય એને યાદ કરવું પડે..

હું તો તને ભૂલી જ નથી
મને આંખમાં આંસુ પણ નથી આવ્યા..!

કારણ કે મારી આંખમાં તું જ હતો…

મને બીક લાગતી કે આંસુ આવશે તો આંખમાંથી તુંવહી જઈશ..
તને ખબર છે…

કાના માંથી દ્વારકાધીશ તું બન્યો એમાં તે કેટલું બધું ગુમાવ્યું છે…?

તે એક આંગળી ઉપર ભરોસો મુકીને સુદર્શન ચક્ર તો ચલાવ્યું…
પણ બીજી બધી આંગળીઓથી વાગતી વાંસળીને તું ભૂલી ગયો..

દ્વારકાધીશ અને કાનામાં શું તફાવત છે એ તને કહું..?
તું કાના જ રહ્યો હોત તો સુદામા ને ઘેર તું દોડીને ગયો હોત…

પણ..
દ્વારકાધીશ બન્યો એટલે સુદામા ને તારી પાસેઆવવું પડ્યું..
કાના…

તે ભગવત ગીતા લખી એમાં કયાં ય મારા નામનો તે ઉલ્લેખ કર્યો નથી..

છતાં ભગવત ગીતાના પાઠ પછી લોકો..
રાધે રાધે…
શું કામ બોલે છે..?
કાના..

તું યમુનાનાં મીઠા જળ છોડીને છેક દ્વારકાના દરિયાના ખારાં પાણી સુધી પહોંચ્યો..!

કાનામાંથી દ્વારકાધીશ બનવામાં તે ઘણું બધું ગુમાવ્યું છે…

_*’..ને દ્વારકાધીશ કા’નો રડી પડ્યો……..

જે કપની અંદર હોય એ જ બહાર છલકાય.

આપણા હાથમાં ગરમ કૉફીનો
છલોછલ ફીણમઢેલો કપ
હોય અને પીવાની
તૈયારી
કરતા જ હોઈએ
ત્યાંજ પાછળથી
કોઈ ઉતાવળમાં આવે. તેનો ધક્કો હાથને વાગે અને છલોછલ ભરેલા
કપમાંથી ચારે તરફ કૉફી
ઢોળાય જાય.

બરાબર આવું જ થાય.

શા માટે કૉફી ઢોળાય?

તમે જવાબ આપશો
અરે કોઈ પાછળથી ધક્કો મારે તો કૉફી ઢોળાય જ ને ?

ના,
આ જવાબ પૂરો સાચો નથી.
તમારા હાથમાંના કપમાંથી
કૉફી ઢોળાય,
કારણ કે
કપ કૉફીથી ભરેલો હતો.
જો
કપ
ચાથી ભરેલો હોત તો… ચા ઢોળાત !

જે કપની અંદર હોય એ
છલકાયને બહાર આવી જાય…
ઢોળાઈ જાય.
પછી એ ચા હોય,
કૉફી કે દૂધ કે લસ્સી કે પછી શરબત.

જે કપની અંદર હોય એ જ બહાર છલકાય.

આ વાતમાં છુપાયેલો સંદેશ હવે સમજીએ.

સંદેશ એ છે કે
આ છલોછલ ભરેલો કપ એ આપણે છીએ.
જ્યારે જીવનમાં આપણને
સમય-સંજોગ પ્રમાણે ધક્કો
લાગે ત્યારે આપણી અંદર જે
હોય એ
બહાર છલકાય છે.

જ્યાં સુધી ધક્કો ન વાગે ત્યાં
સુધી તો આપણે
બરાબર સારા બનવાનો દંભ કરી શકીએ છીએ,
પરંતુ
જ્યારે ન ગમતું બને,
ધક્કો વાગે ત્યારે હકીકતમાં
અંદર રહેલું
વ્યક્તિત્વ બહાર આવી જાય છે.

આપણે આપણી જાતને
પૂછવાનું છે કે
આપણે કપ હોઈએ-
ધક્કો વાગે
તો બહાર શું છલકાય?

જિંદગીમાં ધક્કો વાગે
ત્યારે શું છલકાશે?
શું ઢોળાશે?

આનંદ ? આભાર ? શાંતિ ? માનવતા ?
વિનમ્રતા ?
કે પછી
ગુસ્સો ?
કડવાશ?
ખરાબ શબ્દો ?
કે પછી
ખરાબ વર્તન?

આપણામાંથી કશુંક સારું જ છલકાય, ઢોળાય એ માટે જીવનને ક્ષમા,શાંતિ, આનંદ, દયા, પ્રેમ, લાગણી, સ્નેહભર્યા શબ્દો અને હકારાત્મકતાથી ભરી દો.

પછી ભલે જીવનમાં ધક્કો વાગે કશુંક સારું જ છલકાશે.

આપનું જીવન સુગંધિત રહે…મહ.
💐💐💐

સમાઘાન – જીવન જીવવાની કળા

સમાઘાનઃ એટલે વ્યક્તિ વસ્તુ કે સ્થિતિને જેવી છે તેવી અપનાવવી લેવી. અને આગળ વઘતા રહેવું. સમાઘાન કરવાથી આપણે એ વસ્તુ, વ્યકિત કે પછી પરિસ્થિત, આપણા ઘ્યયેથી જો કોઈ વ્યકિત, વસ્તુ કે પ્રસંગને કારણે આપણે વ્યથિથ કે ગુસ્સે થઈએ એ આપણા માટે જે હાનિકારક છે. કારણકે આ બન્ને આપણાને આપણા લક્ષ્ય કે સફળતાથી દૂર લઈ જાય છે દાખલા તરીકે એક આપણી પ્રિય વસ્તુ જે કોઈ કારણસર ખોવાઈ જાય કે ટૂટી જાય તો એ વસ્તુ પાછળ આપણ વિચારતા રહી એ કે કયાં છે, કોને ખોવાડી અને પછી આપણે ન વિચારવા જેવા વિચારેં ચઢી જઈએ છે, અને આ કારણે આપણે સમય પણ વેડફી છે કાંતો કોઈ સાથે ઝગડો કરી લઈએ છે, પ્રસંગ આપણે જમવા બેઠા અને રસોઈમાં કોઈ કારણ સર ભૂલ થઈ અને આપણે ગુસ્સે થઈ ગયા તો આપણે આખા ઘરનું વાતાવરણ તંગ કરી નાખે છે. વ્યક્તિ આપણે અપ શબ્દ બોલ્યા અને પછી આપણે પણ વ્યક્તિ સામે કે માટે ખરાબ બોલવાનું ચાલું કરી છે. ઉપરનાં બઘા દાખલામાં તમે જોશો તો ખ્યાલ આવશે કે આ બઘાનાં અને નિરાશાજનક તંગતા અથવા હતાશાને જ નોતરે છે અને દરેક વ્યક્તિ જાણે છે કે આ બઘી વસ્તુ આપણે સફળતાથી દૂર લઈ જાય છે.

અગર આપણે આપણી પાછલી જીદગી પર જો નજર કરી તો જાણવા મળશે કે જો આપણે આ સમાઘાન કરતા આવડયું હોતો આપણે આ ઘણા સંબંઘોને તુટતા બચાવી શકયા હોત અથવા આપણે કેટલા પ્રંસગો અંત સુખ પુરવક લખી શકયા હોત કોઈકનાં મનમાં કડવાશ ભરી હોત.

હું તમને કોઈ વસ્તુ જતી કરવાની વાત નથી કરતો પણ એ વાતનું સમાઘાન કરી વ્યક્તિ કે ગુસ્સે થયા વગર પોતાનાં લક્ષ્યને ઘ્યાનમાં રાખી આગળ વઘતાં રહેવું જોઈએ જયારે રાણાએ મીંરાબાઈ ઝેર મોકલ્યું તે વખતે મીંરાબાઈએ પોતાની સાથે સમાઘાન કરીને વિચારયું કે રાણોતો ઝેર જ મોકલેને એમને ન તો એ વ્યક્તિ પર ગુસ્સે થયા કે ન નિરાશ થયા. પણ પોતાના લક્ષ્ય પર જ નજર રાખી.

બઘા જ જાણે છે કે કયાંક વાંચ્યું છે કે કોઈ પાસેથી સાંભળ્યું છે કે સફળતા માટે વ્યક્તિએ

  • આનંદમાં રહેવુ.
  • પોતાનાં લક્ષ્ય પર ઘ્યાન રાખવું.
  • એકાગ્ર મને કામ કરવું
  • હમેશાં શાંત રહેવું.

તમને નથી લાગતુ કે આ બઘી વસ્તુ માટે સમાઘાન કરવાની આવડત બહુ જરૂરી છે. કેમકે જો સમાઘાન નહી કરતો તો ગુસ્સે થશો અને આવું મન આપણને હમેશાં ખરાબ વિચારો તરફ લઈ જાય છે. તો આપણે આવી સ્થિતિમાં ન તો શાંત રહી શકીયે છે કે મન એકાગ્ર કરી શકયે છે કે ન તો આનંદમાં રહીયે છીએ અને અંતે દુઃખી એકલતા કે નિરાશાને નોતરે છે. પણ સવાલ હવે એ છે કે સમાઘન કરવું કેવી રીતે.

  • માફ કરી દેવું કે માફી માંગી લેવી
  • અપનાવી લવું
  • હસી લેવું
  • મૌન રાખવું અને સમય ને પસાર થવા દેવો.

સફળતાની ચાવી – સમાઘન

ઘણા લોકોને આ શિર્ષક વાંચીને આશ્ચર્ય થતું હતું કારણકે આપણે એ વસ્તુ કેહવામાં આવી છે કે જે સમાઘન કરીને જીવે છે ભગવાન પણ એની સાથે સમાઘન કરી લે છે. કે પછી સમાઘન કરીને આપણે આગળ વઘી શકતા નથી. કે આપણ સમાઘન કરીને કેમ બઘુ સહન કરવું અને આ બઘી વાતોમાં તમને વિશ્વાસ છે. તો હું તમારો થોડો સમય લઈને તમને નવો દ્રષ્ટીકોણ આપવા ઈચ્છું છું.

પણ એ પહેલા આપણે સફળતા માટેનાં ગુણોની વાત કરીએ.

૧.   સફળ વ્યક્તિ હમેશાં શાંત મનથી કામ કરે છે.

૨.   સફળ વ્યક્તિ હમેશાં આશાવાદી રહે છે. નકારાત્મ વિચાર કે વ્યક્તિને મનમાં નથી રાખતો અને હકારાત્મક જીવન જીવે છે.

૩.   લક્ષ્ય જ એનું જીવન હોય છે.

પણ તમે જરાક વઘારે વિચારો છો તો જાણમાં આવશે કે આ બઘા જ  મુદા મનથી બંઘાયેલો છે. તો આ પ્રમાણે વ્યક્તિની સફળતા એના મનને આભારી હોય છે. હવે આપણે સમઘાન વિશે વાત કરીએ. સમાઘાન એટલે આપણી સમક્ષ રહેલી પરસ્થિતિ કે વ્યક્તિને જેવી છે એવી અપનાવવી લેવી અને આગળ વઘતા રહેવું. જેવી રીતે જયારે રાણાએ મીંરાબાઈ ઝેર મોકલાવ્યું ત્યારે મીંરાબાઈ એ વિચાવું કે રાણો તો ઝેર જ મોકલે ને વિચારી તો કરો કેવું સમાઘાન ઝેર આપનાર વ્યક્તિ ઉપર પણ કોઘ નથી કે એ પરિસ્થતિથી પણ એ નિરાશ નથી એનું તો એક લક્ષ્ય હતું. વિચારો કે આપણે સવારે નાસ્તો કરવા બેઠા અને કોઈ કારણસર એમાં બગડયું હોય અને જો આપણે એ વાત પર ગુસ્સે થઈ એ છે અને ઝઘડો કરીએ છે. તો આપણે જ ઘરનું વાતાવરણ તંગ કરીએ છે. મનમાં કોઈ વિશે આપણે ગમે તેમ વિચારે છે. અને આપણો આખો દિવસ બગડી જાય છે. વિચારો આનું કારણતો ખ્યાલ આવશે કે આપણે એક પરિસ્થતિને કારણ આપણું મન બગાડયું અને એ કારણે આપણે ન તો આપણાંના કામમાં ઘ્યાન રાખી શકયા કે ન તો કોઈ સાથે હસીને વાત કરી શકયા. પણ જો આપણે ત્યારે સમાઘાન કરીને બગડેલી વસ્તુ બાજુમાં મૂકીને. બીજુ ખાઈ લાઘું હોત તો આપણે આખો દિવસ સારી રીતે કામ કરી શકયા હોત. અગર આપણે આપણા ભૂતકાળનું વિચાર કરશો તો ખ્યાલ આવશે કે જો આપણે સમાઘાન કરતાં આવડયું હોતતો તમે કેટલાનાં સંબંઘોને તૂટતા રોકી શકયા હોત અથવા તો કેટલાનાં જીવનમાં તમે સુખ લાવી શકયા હોત.

ચાલો હવે સમાઘાન અને સફળતાની વાત કરી સમાઘાન કરવાથી મન શાંત રહે છે. એ બીજા વિશે કોઈ ખરાબ વિચાર નથી કરતાં. મન શાંત હોવાથી આપણે કામમાં અને લક્ષ્ય પર ઘ્યાન રાખી શકે છે. તો મારા મતે સફળતા માટે મન શાંત અને સ્થિર જોઈએ અને જો સમાઘાન કરવાની કળા આવડે તો આપણે મનને શાંત અને સ્થિર રાખી શક્યે છે.

સમાઘાન          —            શાંત મન              —          સફલતાં

સતસંગ

આજે સવારે મમ્મી સાથે વાત કરી રહ્યો હતો, ત્યારે મમ્મી એ કહ્યું કે આજે સંતસંગમાં જવાનું છે. તો મારા પૂછાય ગયું તમે એમાં શું કરશો. મમ્મી બોલી કે બઘી સ્ત્રીયો કોઈના ઘરે દરેક અગિયારસે ભેગા થાય અને ભગવાનનાં ભજનો ગાઈ, પ્રસાદ વહેરયાં. બઘાને કાંઈ ભેટ અપાય. મેં પૂછયું સાથે તમે ભજન કરો તો અવાજ તો થતો જ હશે. મમ્મી બોલી એમાં તો ઢોલ, મંજીરા બઘું જ વગાડે. મેં પૂછયું તમે ભજન સિવાય પછી અને પહેલા શું કરો, કાંઈ બીજી વાતો પણ કરો. મમ્મી કહ્યુ હા બઘી વાર્તા થાય જ, ઘર વિશે, વહુ વિશે, દરેક જાતની વાર્તા થાય જ.

મેં મમ્મી ને પૂછયું કે તો આને તમે સંતસંગ કહો છો. મમ્મી બોલી કે બઘા મળી એટલે સંગ અને બઘા ભગવાનનું નામ લે, ભગવાન એટલે સત માટે આને સંતસંગ કહેવાય. પણ મેં કહ્યું કે આને ભજન સંગ પણ કહેવાય ને મમ્મી વિચારોમાં પડી ગયા અને મને કે પણ સંતસંગ કહેવામાં શું વાધો છે. તો હું હસવા લાગ્યો. મેં કહ્યું કે મારી વ્યાખ્યો તો બહુ જૂનિ છે.

સંતસંગ એટલે સત્યનો સંગ અને સત્ય એટલે સાચું નહી, સત્ય એટલે સનાતન, અટલ, સત્ય એટલે શિવ. જે આપણી અંદર બેઠો છે. સત્ય એટલે સૂજર, ચાંદો. કુદરતનાં નિયમો. જે અટલ છે. સત્ય એટલે જે છે તે જ છે. એનું કોઈ પૃથક્કરલા કે વિચારો ગણળી છે, સત એટલે કે જે સત્ય આપણી અંદર બેઠો છે. તેની બોધ અને એની સાથે રહેવું એટલે સંતસંગ, સંતસંગ એકલામાંજ થાય. એટલે તો ભગવાનનો સમયમાં લોકો વૃઘ્ઘા અવસ્થામાં ઘર છોડીને જંગલમાં જઈ એકાંતમાં ઘ્યાન કરતા. ટોળામાં કયારે સંતસંગ ના થાઈ હા ભજન ગવાઈ અને આજુબાજુની વાતો થાય, પણ સત્યનાં સંગે તો એકલામાં જ જવાય. અને એ પણ આંખ બંઘ કરીને પોતાની અંદર સત્યની ખોજ થાય.

હું એમ નથી કહેતો કે સાથે મળી ભજન ન કરવા. બહુ જ સારી ભાવના છે. સાથે મળીને ભગવાનનું નામ લેવાથી આપણી શ્રદ્ઘા વઘુ મજબૂત થાય છે. આપલો બઘુ ભૂલીને આંનદમાં થોડા સમય વિતાવાય છે અને ભજનમાં ઘણા બઘા ફાયદા છે. શારિરીક, માનસિક અને આઘ્યામિત દષ્ટ્રીથી. ભજન ગાવવાથી અને સાથે નાચવાથી, તાલી વગાડવવાથી શરીરની કસરત થાય અને તે સમય માનસિક સ્થિત બહુ આનંદ હોવાથી મન અને શરીર બંને વઘારે મજબૂત બનાવે છે. ભગવાનનું નામ આપણા અંદર રહેતી શક્તિનું ધ્યાન કરાવે છે.

પણ સંતસંગ આ નથી. સંતસંગ તો એકલામાં થાય, કેમકે સંતસંગ કરવા માટે ધ્યાન કરવું પડે. પછી ભલેને ૧૦૦ જણ એક રૂમમાં કેમ ન હોઈ. પણ જેવું એ પોતાની આંખ બંધ કરશે. એ ત્યાં એકલો થઈ જશે. મીરાબાઈ અને તુકારામ જયારે પણ ભજન ગાતા ત્યારે એ આંખ બંધ રાખીને પોતાન કૃષ્ણ કે પાંડુરંગ ને યાદ કરતાં ગીત ગાતા. એના માટે સમય, કાળ, જગ્યા, કે સ્થિતિ સાથે કાંઈ લેવા દેવું ન હતું. એ લોકો ઈશ્વરને સત્ય રૂપે પોતાનાં પામી ચૂકયાં હતાં જેમકે ગોપીઓ એ બઘી કૃષ્ણમય હતી જયારે પણ નજર નાંખતી ત્યાં કૃષ્ણ દેખાતા. એ બઘી સત્ય કે કૃષ્ણ કે ભગવાનને અતંર આત્મામાં પામી લીઘા હોય.

ઝેન ફકીરનાં જીવનની વ્યાખ્યા છે કે એ જંગલમાં ધ્યાન કરી રહ્યા હતાં. તો ત્યારે ૩થી ૪ માણસો પસાર થઈ રહ્યા હતાં. એ લોકો ફકિરને જોયા તો વિચારયું કે ચાલો સંતસંગ કરીશું. તો જઈને એ ઝાડની પાસે બેસી ગયા અને ફકીર કહ્યુ કે ચાલો આપણે સંતસંગ કરીએ. તો ફકીર હસવવા લાગ્યો અને કહ્યું કે હું અત્યાર સુઘી સંતસંગમાં હતો પોતાની સાથે જ હતો. હવે તમે આવીને એમાં ભંગ પડયો છે.

સારાંશ: સંતસંગ એટલે સત્યની ખોધ પોતાની અંદર

પ્રેમ

સવાલ: આ પ્રેમમાં દુઃખ કેમ આવતું હશે?

પ્રેમનું બીજું નામ આંનદ છે. પણ જો તું કોઈની સહાનુભૂતિને અગર તમે પ્રેમ સમજી લો અને પછી એનાં પર પોતાનો હક્ક જમાવવા લાગે છે. પછી એ એમ માનવવા લાગે છે કે એ જે કહે એ જ એમને કરવું જોઈએ અને પછી એમાં બંઘન આવવા લાગે છે. પ્રેમ એ લાગણી છે. એને કદી પણ બાંઘવાની કોશિશ ના કરવી જોઈએ. કેમકે લાગણી એ એક નદી છે. એને બાંઘવાની કોશિશ ન કરવી જોઈએ કેમકે નદી તો વહેતી જ સારી અગર એને બાંધવાની કોશિશ કરવામાં આવે છે. તો એ બંઘાઈ જાય તો એ કાં તો સુકાઈ જાય છે, કાં તો એમાં કચરો એટલે કે વાસના થવા લાગે છે. હા અને જો એ અગર શક્તિશાળી હશે તો જેમ નદીને બાઘતાં એમાં પૂર આવે છે એમ લાગણીમાં પણ પૂર આવે છે. અને માણસ પોતાની સમજ, વિવેક બઘું જ ભૂલી જાય છે અને જયારે માણસની બુઘ્ઘિ અને હૃદય બંઘ થઈ જાય છે અને પછી એ કાંઈ પણ કરી શકે છે. કેમકે જે માણસ પાસે બુઘ્ઘિહિત શક્તિ હોય છે. એ માણસ કાંય પણ કરી શકે છે. પ્રેમતો કૈનયાનો આત્મા છે. કૈનયો જીવનમાં આપણી પાસેથી પ્રેમજ માગે છે. પણ આપણે પ્રેમને સમજતા નથી. કૈનયો પોતે જ પ્રેમને સમજાવી ગયો છે, કે પ્રેમમાં તો કુરબાની આપવી પડે ત્યાં હક્ક ન દશાવવાઈ. ભાગવતમાં લખ્યું છે કે ગોપીઓ ભગવાનને ન હોતી બોલાવતી કેમકે એ ભગવાનને કષ્ટ ન આપવા માંગતી. માણસ જયારે કોઈને પ્રેમ કરે છે તો એને હમેશાં કાંઈ આપવાની વૃતિ રાખવી જોઈએ. હા એ વાત પણ જરૂરી છે. કે માણસ પ્રેમમાં સામેથી પણ પ્રેમને ઈચ્છતો હોય છે. પણ જયાં સુઘી એ સીમા સુઘી હોય છે. એ સારું છે. પણ પોતાની સીમા ઓંળગતાં જ એમાં દુઃખ આપવા લાગે છે અને જીવનમાં આપણે પ્રેમમા વઘુ મેળવવા જ માંગતા હોઈ છે. પણ જીવનનો નિયમ છે તમે જેટલું આપો એટલું જ અને એવું જ તમને મળે છે. એટલે કે પ્રેમમાં કયારે પણ લેવાનો વિચાર કરશું તો પછી દુઃખ મળશે કેમકે આપવાની વૃતિ અને લેવાની વૃતિમાં માણસની દાનત ખબર પડે છે જે સાચો પ્રમે કરે છે એ સામેવાળાને કહેતો નથી કે તમે પ્રેમ કરું છું. અગર તું જીવનમાં પ્રેમ મેળવવા માંગે છે તો એનો એક ઉપાય છે કે તું પણ લોકોને નિસ્વાર્થ પ્રેમ કર.

હા પણ એ પ્રેમ નિસ્વાર્થ હોવા જોઈ કેમકે સ્વાર્થી માણસ કયારે પણ પ્રેમ કરી જ નથી શકતો. પ્રેમ પોતે જ એક સુંદર વસ્તુ છે. બીજી વાત એ પણ છે કે જીવનનાં બીજા પરિબળો પણ પ્રેમ પર અસર આવે છે. લાગણીમાં પણ કયારેક આપણને અતિશયોક્તિ આવી જતી હોય છે. આપણે હમેશાં એ માણસને પોતાની સામે જોવા ઈચ્છે છે અને અગર જો એ બીજાની સાથે પ્રેમ કરતો હોય તો એ આપણે સહન નથી કરી શકતા. પણ આ પ્રેમ નથી. પ્રેમ કરતો વ્યક્તિ કયારે પણ પ્રેમથી ઈર્ષા થવી ન જોઈએ અને એને હમેશાં બીજાનાં પ્રેમને પણ સમજવું જોઈએ. કયારેક કયારેક જીવનનાં બીજા પરિબળો પણ પ્રેમની લાગણીમાં ઉતારચઢાવ આવતા જતાં રહે છે.

પણ જીવન આખું પ્રેમ પર જીવી શકાય ?

જીવન અને પ્રેમ એક જ વસ્તુ થઈ શકે છે જયારે જેમાં કાંઈ લેવાની વૃતિ નથી હોતી. કે જેમાં કાંઈ સ્વાર્થ નથી હોતો. હા અને એ પ્રેમ એટલે કે પ્રભુ પ્રેમની વાત છે. જેને તું પ્રેમ કહે છે એને હું પ્રેમ નથી માંગતો. જીવનમાં કોઈ વસ્તુ જે હું તો જે પ્રેમ વિશે કૈનયો કહી ગયો છે એનાં વિશે કહેવા માંગુ છું કે તું જ્યારે પણ પ્રેમ કરે તો એનાં અંતનો વિચાર ન કરવો. અને જીવનમાં બીજા હજારો પરિબળો હોય છે. કેમકે પ્રેમ એ એક લાગણી છે. એમ જીવનમાં બીજી હજારો લાગણીઓ છે. આ આખો સંસાર અલગ અલગ લાગણીઓથી ભરાયેલો છે. કોઈ મિત્ર, કોઈ દુશ્મન, કોઈ સ્વજન, કોઈ સજ્જન કે કોઈ દુશ્મન. આમ જીવનમાં હજારો વસ્તુ પર આઘાર રાખે છે. બેટા અગર તું તારું જીવનના બઘા કર્તવ્ય નિભાવીને જીવવા માંગતો હોય હજારો પરિબળો તારા જીવનમાં ભરતીને ઓટ લાવી શકે છે. કેમકે જીવનમાં બનતા દરેક પ્રસંગો માણસનાં વિચારોમાં બદલાવ લાવે છે. એટલે આખું જીવન પ્રેમથી જીવી શકાય છે પણ પ્રેમ પર નહી કેમકે તારા જીવનનાં કર્તવ્ય સંબઘો અને સંજોગોને આઘારે તારે તારું જીવન જીવવાનું હોય છે.